Discount on Ola S1 Pro: ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી કંપની ઓલા ઈલેક્ટ્રીકે તેના ફ્લેગશિપ ઈલેક્ટ્રિક સ્કૂટર S1 Pro પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. Ola S1 Proની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 1.40 લાખ રૂપિયા છે. આ ઑફર હેઠળ, Ola આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ₹10,000નું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યું છે.


કંપનીએ સોશિયલ મીડિયા દ્વારા આ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી હતી, જેમાં ઓલાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ઓલાની તહેવારોની ઓફરનો મહત્તમ લાભ લો અને Ola S1 Proની ખરીદી પર ₹10,000ના ડિસ્કાઉન્ટ સાથે તહેવારની ઉજવણી કરો." આ સ્કૂટર પર ફાઇનાન્સિંગ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કંપનીની આ ડિસ્કાઉન્ટ ઓફર 5 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.


આ ઓફર કેવી રીતે મેળવશો


કંપનીની આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે, ગ્રાહકોએ ઓલાની સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરીને ફેસ્ટિવ ઑફર્સ ટૅબ પસંદ કરવાની જરૂર છે. વ્યક્તિએ આ સ્કૂટરને ડિસ્કાઉન્ટ પર ખરીદવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.30 લાખ રૂપિયા હશે. ખરીદીના બાકીના નિયમો પહેલા જેવા જ છે.


આટલી છે રેંજ


સ્કૂટર 116 kmphની ટોપ સ્પીડ પર ટોપ આઉટ કરી શકે છે અને આ 0 થી 40 kmphની સ્પીડ હાંસલ કરવામાં માત્ર 3 સેકન્ડનો સમય લાગે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 170-180 કિમી સુધી ચાલી શકે છે.


ચાર્જિંગનો સમય કેટલો છે


આ સ્કૂટરમાં 4 kWh ક્ષમતાના લિથિયમ-આયન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 0 થી 100 ટકા ચાર્જ થવામાં લગભગ 6 કલાક 30 મિનિટ લે છે. આ સ્કૂટર ભારતીય બજારમાં Ather 450X Gen 3 ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરે છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 230 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.18 ટકા થયો છે. 4255 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 42 હજાર 358 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 4 હજાર 553 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 562 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 82 લાખ 43 હજાર 967 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14 લાખ 8 હજાર 253 ડોઝ અપાયા હતા.


આ પણ વાંચોઃ


Navratri 2022: જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબે ઘૂમ્યા, જુઓ તસવીરો


Car loan Information:

Calculate Car Loan EMI