નવી દિલ્હીઃ માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે વાહન ચાલકોને મોટી રાહત આપી છે. ખરેખરમાં મંત્રલાયે દેશભરમાં ચાલી રહેલા તમામ વાહનો માટે એક જ PUC (પૉલ્યૂશન અંડર કન્ટ્રૉલ) સર્ટિફિકેટના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રાલયે પોતાના નૉટિફિકેશનમાં એક જ વાહન માટે દેશમાં અલગ અલગ જગ્યાએ PUC સર્ટિફિકેટ બનાવવાની આવશ્યકતાને ખતમ કરી દીધી છે. આ અધિસૂચના બાદ હવે ગાડી માલિકોએ બીજા રાજ્યોમાં ત્યાં સુધી PUC સર્ટિફિકેટ નહીં બનાવવુ પડે જ્યાં સુધી તેનુ હાલના PUCની વેલિડિટી ખતમ નથી થઇ જતી. 


PUC ફોર્મ પર હશે QR કૉડ- 
આ ઉપરાંત મંત્રલાય PUC સર્ટિફિકેટ નેશનલ રજિસ્ટરની સાથે PUC ડેટાબેઝથી પણ જોડવાની તૈયાર કરી રહ્યું છે. સરકાર કેન્દ્રીય મૉટર વ્હીકલ નિયમ 1989માં સંશોધન બાદ હવે PUC ફોર્મ પર એક ક્યૂઆર કૉડ પણ આપશે. જેના દ્વારા ગાડી, ગાડીના માલિક અને ઉત્સર્જનની સ્થિતિની ડિટેલ હશે. સાથે જ નવા PUCમાં ગાડીના માલિકનુ નામ અને એડ્રેસ, ફોન નંબર, ગાડીનુ એન્જિન અને ચેચિસ નંબર પણ આપવામાં આવ્યો હશે. આની મદદથી કોઇપણ કોઇ ખાસ ગાડીનની ડિટેલ હાંસલ કરી શકશે. 


મોકલવામાં આવશે SMS- 
માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય મૉટર વાહન નિયમ 1989 અંતર્ગત દેશભરમાં આપવામાં આવેલા PUC સર્ટિફિકેટના એક સામાન્ય ફોર્મેટ માટે 14 જૂન, 2021ને એક નૉટિફિકેશન રિલીઝ કરવામાં આવ્યુ છે. આમાં ગાડી માલિકનો મોબાઇલ નંબર મેન્ડેટરી કરી દેવામાં આવ્યો છે, જેના પર વેરિફિકેશન અને આના માટે SMS એલર્ટ સેન્ડ કરવામાં આવશે. 


Driving Licence: કોરોનાના કેસ વધતાં મોદી સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરાવી શકાશે
મોદી સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ ધારકોને વધુ એક મોટી રાહત આફી છે.  કોરોનાના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે ફરી  વખત ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ ૩૦મી જૂન થઈ ગઈ છે. અગાઉના નોટિફિકેશન પ્રમાણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરવાની તારીખ ૩૧મી માર્ચ હતી.


કેમ લીધો નિર્ણય-
કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા જ રાજ્યોને ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂની તારીખ ૩૦મી જૂન સુધી કરવાની ભલામણ કરી છે. અગાઉની જાહેરાત પ્રમાણે છેલ્લી તારીખ ૩૧મી માર્ચ હતી. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો હતો.


પાંચમી વખત લંબાવી મુદત- 
ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન-૨૦૨૧ કરાઈ છે. પાંચમી વખત તારીખ લંબાવવામાં આવી છે. કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે ૩૦મી માર્ચ-૨૦૨૦ સુધી સમયમર્યાદા વધારાઈ હતી. એ પછી ૯મી જૂન-૨૦૨૦ કરાઈ હતી. તે પછી ૨૪મી ઓગસ્ટ-૨૦૨૦, ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર-૨૦૨૦ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું.


કોને ફાયદો થશે- 
ફેબ્રુઆરી જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી  તેમનું લાઈસન્સ હવે ૩૦મી જૂન-૨૦૨૧ સુધી માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનથી જેમના લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અસંખ્ય લોકોને રાહત થશે.


Car loan Information:

Calculate Car Loan EMI