Petrol Pump Tips: જે કોઈ વાહન ચલાવે છે, તેમણે પેટ્રોલ કે ડીઝલ લેવા માટે અવારનવાર પેટ્રોલ પંપ પર જવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે ફ્યુઅલ પંપ પર કેટલીક સુવિધાઓ મફતમાં મેળવી શકો છો. તમે પંપમાંથી ઇંધણ ભરાવો કે ન ભરાવો. કોઈપણ પેટ્રોલ પંપને લાઇસન્સ મેળવતા પહેલા તેઓએ તેમના સ્થાને આ 6 મફત સુવિધાઓની વ્યવસ્થા કરવી પડશે. જો તમને કોઈપણ પેટ્રોલ પંપ પરથી આ સુવિધાઓ ન મળે તો તમે પેટ્રોલ પંપ સામે પણ ફરિયાદ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ફ્રી ફીચર્સ વિશે.


મફતમાં હવા


તમે કોઈપણ પેટ્રોલ પંપ પર મફતમાં હવા ભરી શકો છો. આ માટે તમારે એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. આ માટે કર્મચારીની નિમણૂક કરવી ફરજિયાત છે.


પીવાનું પાણી


તમે પેટ્રોલ પંપ પર શુધ્ધ પીવાનું પાણી મફતમાં પી શકો છો. પેટ્રોલ પંપના લાયસન્સ માટેની આ એક આવશ્યક શરતો છે.


શૌચાલય સુવિધાઓ


દરેક પેટ્રોલ પંપ માટે તેની મહિલાઓ, પુરૂષો અને દિવ્યાંગો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. આ માટે તમારે પંપમાંથી ઇંધણ ખરીદવું ફરજિયાત નથી. તમને આ સુવિધાનો લાભ મફતમાં મળશે.


ફોન સુવિધા


જો તમે કોઈ ઈમરજન્સીમાં ફસાઈ ગયા હોવ તો તમે પેટ્રોલ પંપ પર ફ્રી ફોન કોલની સુવિધા પણ મેળવી શકો છો અને પોલીસ અને પરિવારને ફોન કરીને સંપર્ક કરી શકો છો. અહીં તમે લેન્ડલાઈન અને મોબાઈલ ફોન બંને મેળવી શકો છો.


ફર્સ્ટ એઇડ કીટ


પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એઇડ કીટ રાખવી ફરજીયાત છે. જેમાં પાટો, મલમ તેમજ પેઈનકિલર, પેરાસીટામોલ ઉપલબ્ધ હોય છે. જેનો તમે ઈમરજન્સીની સ્થિતિમાં ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.


અગ્નિશામક ઉપકરણ


પેટ્રોલ પંપ પર અગ્નિશામક ઉપકરણ હોવું પણ ફરજિયાત છે. તેઓ ત્યાં મોટી માત્રામાં હોય છે, જેથી ગમે ત્યાં આગ લાગે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. તેનો ઉપયોગ કરવા માટે તમને કોઈ રોકી શકશે નહીં અને તમને તેના માટે ઓપરેટર પણ મળશે.


શું પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ જશે? સરકારે પેટ્રોલિય ક્રૂડ પરનો આ ટેક્સમાં કર્યો ઘટાડો


Windfall Tax Cut: કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે અને તેને ઘટાડીને 4100 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ પેટ્રોલિયમ ક્રૂડ પર પ્રતિ ટન 6400 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આ નવા ઘટાડેલા દરો આજથી એટલે કે મંગળવારથી લાગુ થઈ ગયા છે અને સરકારે એક સત્તાવાર સૂચના દ્વારા તેની જાણકારી આપી છે. ડૉલરના સંદર્ભમાં, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન $50.14નો ઘટાડો કર્યો છે.


પેટ્રોલ-ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ કેટલો છે?


ભારત સરકારે પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવી રાખ્યો છે એટલે કે આ પેટ્રોલિયમ ઉત્પાદનો પર કોઈ વિન્ડફોલ ટેક્સ નથી.


Car loan Information:

Calculate Car Loan EMI