Suzuki Burgman And Avenis Update: સુઝુકીએ અપડેટ્સ સાથે ભારતીય બજારમાં તેના બે શક્તિશાળી સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે,આ સ્કૂટર ઉત્સર્જનના ધોરણોને પણ પૂર્ણ કરે છે. સુઝુકીના આ ટુ-વ્હીલર્સની કિંમત એક લાખ રૂપિયાની રેન્જમાં છે. અપડેટેડ સુઝુકી બર્ગમેન સીરીઝની કિંમત 95,800 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Suzuki Avenisને 93,200 રૂપિયામાં અપડેટ સાથે લોન્ચ કરવામાં આવી છે.
સુઝુકી એવેનિસમાં શું અપડેટ છે?
સુઝુકી એવેનિસના એન્જિનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે OBD-2B નોર્મ્સને પૂર્ણ કરે. આ સિવાય આ ટુ-વ્હીલરમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સ્કૂટરમાં 124 cc એન્જિન છે, જે 8.7 hpનો પાવર આપે છે અને 10 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
સુઝુકી એવેનિસ બે વેરિઅન્ટ્સમાં માર્કેટમાં આવે છે- સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ એડિશન.આ સ્કૂટરનું સ્ટાન્ડર્ડ મોડલ ડ્યુઅલ કલર ટોન થીમમાં ચાર કલર વિકલ્પો સાથે આવે છે. તેનું સ્પેશિયલ એડિશન મોડલ માર્કેટમાં બ્લેક અને સિલ્વર શેડમાં ઉપલબ્ધ છે. Avenisના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 93,200 રૂપિયા છે અને સ્પેશિયલ એડિશનની કિંમત 94,000 રૂપિયા છે.
સુઝુકી બર્ગમેનમાં અપડેટ્સ
સુઝુકીએ OBD-2B ધોરણો અનુસાર એવેનિસ અને બર્ગમેનના એન્જિન તૈયાર કર્યા છે. આ ટુ-વ્હીલરમાં 124 સીસી એન્જિન પણ છે, જે 8.7 એચપીનો પાવર આપે છે અને 10 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર સ્ટ્રીટ અને સ્ટ્રીટ EX એમ બે વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.
Street EX ની કિંમત સ્ટ્રીટ વેરિઅન્ટ કરતા વધારે છે કારણ કે, તે 12-ઇંચના પાછળના વ્હીલનો ઉપયોગ કરે છે. Burgman Street EXની કિંમત 1.16 લાખ રૂપિયા છે.આ સ્કૂટર ત્રણ રંગ વિકલ્પો સાથે આવે છે. મેટ બ્લુ, મેટ બ્લેક અને બ્રોન્ઝ. મેટ બ્લુ આ સ્કૂટરનું નવું કલર વેરિઅન્ટ છે.
Car loan Information:
Calculate Car Loan EMI