Royal Enfield Overall Sales Growth: યુવાનોમાં રૉયલ એનફિલ્ડ બાઇકનો અલગ જ ક્રેઝ છે. આ બાઈક્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. કંપનીએ ગયા મહિને એટલે કે નવેમ્બર 2024નો વેચાણ અહેવાલ જાહેર કર્યો છે. જો આંકડાઓની વાત કરીએ તો કંપનીના વાર્ષિક વેચાણમાં વધારો થયો છે, જ્યારે સ્થાનિક વેચાણમાં થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ગયા મહિને, રૉયલ એનફિલ્ડે કુલ 82 હજાર 257 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે નવેમ્બર 2023 મહિનામાં વેચાયેલા 80 હજાર 251 યુનિટ કરતાં વધુ છે. આ સાથે કંપનીએ વાર્ષિક આંકડા પણ જાહેર કર્યા છે અને કહ્યું છે કે આ વર્ષે એપ્રિલથી નવેમ્બર વચ્ચે 5 લાખ 84 હજાર 965 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે 5 લાખ 72 હજાર 982 યુનિટ હતું.
ઘરેલુ માર્કેટમાં કુલ કેટલા યૂનિટનું થયુ સેલ
ડેટા અનુસાર, કંપનીએ આ વર્ષે નવેમ્બર મહિનામાં સ્થાનિક વેચાણમાં 4 ટકાનો ઘટાડો નોંધ્યો છે. કંપનીએ ગયા મહિને કુલ 72 હજાર 236 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે નવેમ્બર 2023માં 75 હજાર 137 નવી મોટરસાઈકલનું વેચાણ થયું હતું. રૉયલ એનફિલ્ડની નિકાસ પહેલાની સરખામણીમાં વધી છે. રોયલ એનફિલ્ડે નવેમ્બર 2024માં વિદેશી બજારોમાં કુલ 10 હજાર 21 યુનિટ મોકલ્યા છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 5 હજાર 114 યુનિટ હતા.
આ મહિને લૉન્ચ થવા જઇ રહી છે Bullet 650
કંપની એક પછી એક નવી બાઈક લૉન્ચ કરી રહી છે. હવે Royal Enfield ડિસેમ્બરમાં વધુ એક વિસ્ફોટક બાઇક લૉન્ચ કરવા જઈ રહી છે. બ્રિટિશ ઓટોમેકર્સ 15 ડિસેમ્બરે બજારમાં બૂલેટ 650 લોન્ચ કરી શકે છે. Royal Enfieldની આ બાઇક 650cc એન્જિન સાથે 25 kmplની માઇલેજ આપી શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 170 kmph હોઈ શકે છે. બુલેટ 650 માર્કેટમાં 3 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે આવી શકે છે.
આ પણ વાંચો
EV: ભારતમાં આવી રહી છે ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ કાર, 580 kmની રેન્જ સાથે છે એટ્રેક્ટિવ ડિઝાઇન
Car loan Information:
Calculate Car Loan EMI