Royal Enfield: ભારતીય માર્કેટમાં યુવાઓની વચ્ચે બાઇકનો ક્રેઝ ખુબ ઝડપથી વધી રહ્યો છે, અને એટલું જ નહીં આમાં પણ સ્પૉર્ટ્સ અને રેસિંગ બાઇકનો શોખ સૌથી વધુ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી Royal Enfieldની લાઇનઅપમાં ઘણા નવા મૉડલ જોવા મળી રહ્યા છે. સાથે જ આગામી કેટલાક વર્ષોમાં કંપની કેટલીય નવી બાઇકો લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કારણ કે Royal Enfield 350cc થી 750cc સુધીની ઘણી મૉટરસાઈકલનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આગામી 2-3 વર્ષમાં બજારમાં જોવા મળશે. કંપની તેના આગામી મૉડલ તરીકે 30 ઓગસ્ટના રોજ નવી પેઢીના રૉયલ એનફિલ્ડ બૂલેટ 350ને લૉન્ચ કરશે. આ પછી Royal Enfield Himalayan 450 આવવાની આશા છે. લિક્વિડ કૂલ્ડ એન્જિન અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરથી સજ્જ આ કંપનીની પ્રથમ બાઇક હશે.


સુપર મીટિયર 650ની સ્પેશ્યલ એડિશન  - 
આ ઉપરાંત કંપની સુપર મેટિયૉર 650 નું સ્પેશ્યલ વેરિઅન્ટ અથવા એક્સેસાઇઝ્ડ વેરિઅન્ટ લૉન્ચ કરે તેવી અપેક્ષા છે. હાલમાં બેગર સ્ટાઈલ પેનિયર્સ સાથેનું ક્રૂઝર મૉડલ ચેન્નાઈમાં જોવા મળે તેવી અપેક્ષા છે. કંપનીએ ગયા વર્ષે રાઇડર મેનિયા ખાતે સહાયક સાધનો સાથે સુપર મેટિયૉર 650નું પ્રદર્શન કર્યું હતું. જેમાં ગોળ આકારનું LED સૂચક, બહેતર પ્રવાસ માટે ઊંચો પહોળો હેન્ડલબાર, એલ્યૂમિનિયમ ટૂરિંગ મિરર્સ, મોટા ફૂટપેગ્સ, બંને બાજુ લૉક કરી શકાય તેવા હાર્ડ કેસ પૅનિઅર્સ, બેશ પ્લેટ, ક્રેશ ગાર્ડ, બેકરેસ્ટ અને લગેજ રેક જોવા મળ્યા હતા.


બે ટૂરર કિટનો છે ઓપ્શન - 
ક્રૂઝર માટે સહાયક સિસ્ટમ સાધનોની લિસ્ટમાં સોલો ટૂરર અને ગ્રાન્ડ ટૂરર કિટમાં વહેંચાયેલી છે. સોલો ટૂરર પેકેજમાં સિંગલ સીટ, બાર એન્ડ મિરર્સ, મિકેનિકલ વ્હીલ્સ, ડીલક્સ ફૂટપેગ્સ, પાછળના ફેન્ડર પર લગેજ રેક અને LED સૂચકાંકોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રાન્ડ ટૂરર કિટ ટૂરિંગ કિટમાં ડ્યૂઅલ એડજસ્ટેબલ સીટો, ટૂરિંગ વિન્ડસ્ક્રીન અને હેન્ડલબાર, પાછળની સીટ માટે બેકરેસ્ટ, એલઇડી ઈન્ડિકેટર્સ અને સામાન માટે પેનિયર્સ છે.


ક્યારે થશે લૉન્ચ - 
હાલમાં, Royal Enfield Super Meteor 650 Bagger ના લૉન્ચિંગ અથવા તેની સમયરેખા અંગે કોઈ ઓફિશિયલ વર્ડ નથી. જોકે, કંપનીએ જાહેરાત કરી હતી કે પેનીયર અને માઉન્ટની કિંમત અનુક્રમે 13,500 અને 4,500 રૂપિયા હશે. તેથી તેની કિંમતમાં બહુ ફરક હોવાની શક્યતા નથી.


કોની સાથે થશે ટક્કર - 
આ બાઇક KYV V302C સાથે સ્પર્ધા કરે છે, જે 298 cc એન્જિન દ્વારા સંચાલિત છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 3.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI