નવી દિલ્હીઃ પોતાની દમદાર બાઈક્સ માટે જાણીતી Royal Enfield હવે સસ્તી બાઈક પર કામ કરી રહી છે. સૂત્રોના જમાવ્યા મુજબ, કંપની હાલ 250 ccના એન્જિનવાળી બાઈક પર કામ કરે છે. જોકે કંપનીએ આ અંગે કોઈ જાણકારી આપી નથી પરંતુ કંપનીના બે અધિકારીએ એક ઈન્ટરવ્યૂમાં 14 નવી બાઈક્સ લાવવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું.


Royal Enfieldની આ બાઇકનો સીધો મુકાબલો Bajaj Dominar 250, BS6 Yamaha FZ25 અને Husqvarna Svartpilen 250 જેવી બાઈક્સ સાથે છે. સૂત્રોના કહેવા પ્રમાણે રોયલ એનફિલ્ડની 250 સીસીવાળી નવી બાઈકની કિંમત એક લાખ રૂપિયા હોઈ શકે છે. આ બાઈક સિવાય કંપની હિમાલયનનું નવું વેરિયંટ અને એક રોડસ્ટર બાઈક પણ લાવી શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે કંપની તેની Classic 350નું નવું વેરિયન્ટ પણ લોન્ચ કરશે. આ મોડલ ભારતમાં ઘણું લોકપ્રિય છે. આ બાઈકની ડિઝાઈન, ફીચર્સ અને પરફોર્મન્સ તેની વિશેષતા છે. નવું મોડલ પહેલાની તુલનામાં વધારે પ્રીમિયમ અને વધારે ફીચર્સથી સજ્જ હશે.

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેથી અનેક મોટી લોન્ચ ઈવેન્ટ ટળી ગઈ છે. લોકડાઉન બાદ નવા લોન્ચ પર કામ કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

Car loan Information:

Calculate Car Loan EMI