Wipro Joining: દિગ્ગજ આઇટી કંપની વિપ્રૉએ પોતાના ફ્રેશર્સની સેલેરી ઘટાડીને અડધી કરી દીધી છે, અને તેને જે પેકેજ ઓફર કરવામાં આવ્યુ હુત, તેમાંથી અડધી સેલેરી પર જૉઇનિંગ માટે કહેવામાં આવી રહ્યું છે. આ ફ્રેશર્સ વિપ્રૉમાં નિયુક્તિનો ઇન્તજાર કરી રહ્યાં હતા.
પહેલા 6.5 લાખ રૂપિયા વાર્ષિક સેલેરીની ઓફર, હવે ઘટાડીને કરી અડધી -
વિપ્રૉનું હેકક્વાર્ટર બેંગ્લુરુમાં છે, અને કંપનીએ જે ફ્રેશર્સને પહેલા 6.5 લાખ રૂપિયા વાર્ષિક સેલેરીની ઓફર કરી હતી, તેને હવે 3.5 લાખ રૂપિયાની વાર્ષિક સેલેરી પર કંપની જૉઇન્ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ ખબર સામે આવ્યા બાદ કર્મચારી સંગઠન Nascent Information Technology Employees Senate એટલે કે એનઆઇટીઇએસએ આ પગુ અનુચિત અને અસ્વીકાર્ય બતાવ્યુ છે.
વિપ્રૉએ શું કહ્યું -
વિપ્રૉએ પોતાના એક નિવેદનમાં કહ્યું હાલમાં અમારી પાસે કેટલાક ચોક્કસ પ્રૉઝેક્ટમાં પ્રૉઝેક્ટ એન્જિનીયરના રૉલ માટે જગ્યા અવેલેબલછે, અને આના માટે વાર્ષિક કંમ્પનેસેશન 3.5 લાખ રૂપિયા હશે. અમે તમામ વેલૉસિટી ગ્રેજ્યૂએટ્સ જે નાણાંકીય વર્ષ 2023 માં કંપની આવવા ઇચ્છે છે,તેમને કહેવા માગીશું કે તેઓ આ રૉલમાં આવી જાય. વિપ્રૉને જ્યારે આના વિશે સંપર્ક કરવામાં આવ્યો, તો તેમના તરફથી જવાબ આવ્યો કે હાલમાં આર્થિક માહોલ અને પોતાના બિઝનેસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા અમારા માટે એ જરૂરી છે કે, અમે પોતાના આવનારા સમયની યોજનાઓને થોડી બદલીએ.
વિપ્રૉએ પણ કહ્યું કે, કંપની પોતાના તમામ એમ્પ્લૉઇની તરક્કી અને સફળતાને લઇને પ્રતિબદ્ધ છે અને નવા ગ્રેજ્યૂએટ્સનું સ્વાગત કરવા મે ભવિષ્યમાં તૈયાર છે.
Wipro: IT ક્ષેત્રમાં મંદીના ભણકારા! આ દિગ્ગજ ટેક કંપનીએ ફ્રેશર્સને નક્કી કર્યો તેનાથી અડધો જ પગાર આપશે
કંપનીએ ઉમેદવારોને મેલ મોકલ્યો
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, વિપ્રો કંપનીએ તેના નવા ઉમેદવારોને આ સંબંધમાં એક ઈમેલ મોકલ્યો છે. ઉદાહરણ તરીકે, કંપનીએ વાર્ષિક રૂ. 6.5 લાખ (LPA)ના પેકેજવાળા ઉમેદવારોને ઈમેલ મોકલ્યો છે, જેઓ ઓનબોર્ડિંગની રાહ જોઈ રહ્યા હતા. આ ઈમેલમાં ઉમેદવારોને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ 3.5 એલપીએના વેતન પર નોકરીમાં જોડાશે. વિપ્રોને તેના 2022 બેચના સ્નાતકોના ઓનબોર્ડિંગમાં કેટલાક મહિનાના વિલંબનો સામનો કરવો પડ્યો છે. હવે કંપનીએ એવા ઉમેદવારોને ઓછા પગારની ઓફર કરવાનો નિર્ણય કર્યો છે જેમને અગાઉ ઊંચા પગાર પર નોકરીની ઓફર કરવામાં આવી હતી. જેને લઈને નવા ઉમેદવારો ભારે નારાજ છે.
કંપનીએ ઈમેલમાં શું લખ્યું છે
ઉમેદવાર ગુસ્સે થઈ રહ્યા છે
આ ઈમેલ બાદ તમામ ઉમેદવારો લગભગ નારાજ થઈ રહ્યા છે. કંપનીના આ નિર્ણયથી ઉમેદવાર દુખી છે. નવા ઉમેદવાર લાંબા સમયથી 6.5 LPA પર ઓફરની રાહ જોઈ રહ્યા છે. હવે કંપની તેને 3.5 લાખ રૂપિયાની ઓફર કરી રહી છે, તો શા માટે તેને રાહ જોવડાવવામાં આવી. અન્ય કોઈ કંપની તેમને આ ઓફર આપી શકી હોત. પણ રાહ જોઈને અડધી ઓફર આપવાનો શો અર્થ છે. 6.5 LPA ના પેકેજ ધરાવતા ઉમેદવારો, જેઓ ઓનબોર્ડ થવાની રાહ જોઈ રહ્યા હતા, તેમને 16 ફેબ્રુઆરી 2023 ના રોજ અચાનક વિપ્રો તરફથી એક ઈમેલ મળ્યો. આ ઈમેલમાં તેને ઓછા પગારવાળી નોકરી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
Car loan Information:
Calculate Car Loan EMI