Electric Vehicles : ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.  ઈલેક્ટ્રિક વાહનો તરફ સામાન્ય લોકોનું વલણ વધી રહ્યું  છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે વાહનચાલકો પણ ઈલેક્ટ્રીક વાહનો અપનાવી રહ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના છૂટક વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે.


4 લાખનો આંકડો પાર 
તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે અને ચાર લાખ યુનિટનો આંકડો પાર થઇ  ગયો છે. EV વેચાણમાં ટુ-વ્હીલર સેક્ટરનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. 
ઈલેક્ટ્રિક વાહનોનું કુલ છૂટક વેચાણ નાણાકીય વર્ષ 2021-22માં ત્રણ ગણાથી વધુ વધીને 4,29,217 યુનિટ થયું હતું જે અગાઉના નાણાકીય વર્ષ 2020-21માં 1,34,821 યુનિટ હતું.


ટાટા મોટર્સ સૌથી આગળ
FADA અનુસાર, 2019-20માં દેશમાં 1,68,300 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. પાછલા નાણાકીય વર્ષમાં, ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 2020-21માં 4,984 યુનિટથી ત્રણ ગણું વધીને 17,802 યુનિટ થયું હતું. આ સેગમેન્ટમાં, સ્થાનિક ઓટો અગ્રણી ટાટા મોટર્સ 15,198 એકમોના છૂટક વેચાણ સાથે મોખરે હતી. તેનો બજાર હિસ્સો 85.37 ટકા હતો. મુંબઈ સ્થિત કંપનીનું રિટેલ વેચાણ 2020-21માં 3,523 યુનિટ હતું.


એમજી મોટર બીજા ક્રમે રહી 
આ સિવાય MG મોટર ઈન્ડિયા 2,045 યુનિટના વેચાણ સાથે બીજા ક્રમે રહી હતી. તેનો બજાર હિસ્સો 11.49 ટકા હતો. 2020-21માં MG મોટરનું વેચાણ 1,115 યુનિટ હતું.


મહિન્દ્રા ત્રીજા સ્થાને 
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 156 યુનિટના વેચાણ સાથે ત્રીજા ક્રમે અને હ્યુન્ડાઈ મોટર 128 યુનિટના વેચાણ સાથે ચોથા ક્રમે છે. બંનેનો બજાર હિસ્સો એક ટકાથી ઓછો હતો.


ટુ વ્હીલરના વેચાણમાં 5 ગણો વધારો 
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ પાછલા નાણાકીય વર્ષમાં 41,046 યુનિટથી પાંચ ગણું વધીને 2,31,338 યુનિટ થયું હતું. હીરો ઇલેક્ટ્રિક 28.23 ટકાના બજાર હિસ્સા સાથે 65,303 યુનિટના વેચાણ સાથે ટુ-વ્હીલર સેગમેન્ટમાં ટોચ પર છે.


Car loan Information:

Calculate Car Loan EMI