Toyota Kirloskar: ટોયોટા કિર્લોસ્કર મોટર્સે જૂન 2023 માટે તેના વાહનોના વેચાણનો અહેવાલ જાહેર કર્યો છે. કંપનીએ ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઇરાઇડર, ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, હિલક્સ, ફોર્ચ્યુનર, કૈમરી અને વેલફાયર જેવા મોડલને કારણે ભારતમાં વેચાણમાં વાર્ષિક 18.75 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
ગત મહિને થયું હતું આટલુ વેચાણ
ગયા મહિને કંપનીની કારનું વેચાણ વાર્ષિક ધોરણે વધીને 19,608 યુનિટ થયું હતું, જે જૂન 2022માં વેચાયેલા 16,515 યુનિટ કરતાં 3,096 યુનિટ્સ વધુ છે. આ આંકડો મે 2023માં વેચાયેલા 19,379 યુનિટ્સ કરતા 1.18 ટકા વધુ છે. Toyota Highrider અને Highcrossના કારણે વેચાણમાં તેજી જોવા મળી છે.
ત્રિમાસિક આધારે વેચાણમાં વધારો થયો છે
ટોયોટાએ 2023 ના બીજા ક્વાર્ટરમાં પણ વેચાણમાં 32.80 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ વેચાણ વધીને 55,528 યુનિટ થયું છે, જે 2022ના બીજા ક્વાર્ટરમાં વેચાયેલા 41,813 યુનિટની સરખામણીએ 13,715 યુનિટ્સ વધારે છે. જ્યારે તે 2023 ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાયેલા 46,665 યુનિટ્સ કરતા 18.99 ટકા વધુ છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. Toyota Highrider અને Highcross બંનેની ઊંચી માંગને કારણે વેચાણમાં વધારો થયો છે. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં ટોયોટાનું વેચાણ 36.46 ટકા વધીને 1,02,371 યુનિટ થયું છે, જે 2022ના પ્રથમ 6 મહિનામાં વેચાયેલા 75,017 યુનિટ્સ કરતાં 27,354 યુનિટ વધુ છે.
અન્ય કારની માંગ પણ વધી છે
હાઈરાઈડર અને હાઈક્રોસ ઉપરાંત કૈમરી સેડાન, વેલફાયર અને ગ્લાન્ઝાની માંગમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગયા મહિનાના અંતમાં કંપનીએ માઈલ્ડ હાઈબ્રિડ ટેકનીકવાળી 2.8 લીટર ડિઝલ એન્જીનવાળી હિલક્સને કેન્યામાં વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપના 7મા રાઉન્ડમાં પ્રદર્શિત કરી હતી. ઉત્પાદન વધારવા માટે કંપનીએ બિદાદી પ્લાન્ટમાં ત્રીજી શિફ્ટ પણ શરૂ કરી છે, જેથી વેઈટિંગ સમય ઘટાડી શકાય. હાલમાં નોઇડા, ઇન્દોર અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં ટોયોટા ઇનોવા હાઇક્રોસ માટે 8 મહિના સુધી વેઈટિંગ ચાલી રહ્યું છે. જ્યારે પુણે અને કોઈમ્બતુર શહેરોમાં 4 મહિનાથી ઓછો સમય સુધી રાહ જોવી પડે છે. તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ લાંબો વેઇટિંગ પિરિયડ જોવા મળી રહ્યો છે. જૂન 2023 માં કંપનીએ ગ્રાહકો માટે સરળ નાણાકીય વિકલ્પો માટે મોનસૂન પેકેજ અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન સાથે ભાગીદારી કરી છે. ટોયોટા હવે દેશમાં 2024 વેલફાયર અને આલ્ફાર્ડ મીની વાન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. બંને મોડલ ટોયોટાના ગ્લોબલ TNGA પ્લેટફોર્મના GA-K વર્ઝન પર આધારિત છે અને વધુ પ્રીમિયમ, લક્ઝરી અને નવા હાઇબ્રિડ અને ટર્બોચાર્જ્ડ પાવરટ્રેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
Car loan Information:
Calculate Car Loan EMI