Upcoming Honda SUV:  હોંડા કાર્સ ઈન્ડિયા આગામી થોડા મહિનામાં તેની નવી Elevate SUVનું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. કંપની આ વાહન સાથે મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં પ્રવેશ કરશે. કંપનીએ પહેલેથી જ પુષ્ટિ કરી છે કે નવી SUV 1.5-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ CVT ઓટોમેટિક જેવા બે ગિયરબોક્સ વિકલ્પમાં મળશે. તેની સાથે કંપની આગામી ત્રણ વર્ષમાં તેનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ બજારમાં લાવવાની યોજના ધરાવે છે. કેટલાક અહેવાલો અનુસાર, હોન્ડા આગામી તહેવારોની સીઝન પહેલા સપ્ટેમ્બરમાં તેની એસયુવીની કિંમતોની જાહેરાત કરી શકે છે. આ માહિતી ડીલર મીટિંગમાંથી આવી છે જ્યાં હોન્ડાએ તેની SUV માટે કામચલાઉ કિંમત અને લોન્ચ ટાઈમલાઈનનો ખુલાસો કર્યો છે. 


કિંમત અને વરિઅન્ટ


Honda Elevate બજારમાં ચાર વેરિઅન્ટમાં આવવાની ધારણા છે અને તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11 લાખથી રૂ. 22 લાખની વચ્ચે હશે. એટલે કે  તેની કિંમત તેના સ્પર્ધકોની કિંમતો જેવી જ હશે. તેના મુખ્ય પ્રતિસ્પર્ધીઓમાં હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે. Cretaની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.87 લાખથી રૂ. 19.20 લાખની વચ્ચે છે, જ્યારે સેલ્ટોસની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.89 લાખ સુધી છે અને ગ્રાન્ડ વિટારાની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.70 લાખથી રૂ. 19.79 લાખ વચ્ચે છે. 


બુકિંગ 3જી જુલાઈથી શરૂ થશે


નવી Honda SUVમાં ઘણા શાનાદર ફિચર્સ મળવાની અપેક્ષા છે. જેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સાથે ફ્રી-સ્ટેન્ડિંગ 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ, 7-ઇંચ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ, સિંગલ-પેન સનરૂફ જેવા ઘણા અન્ય ફિચર્સ સામેલ છે. સાથે જ મજબૂત હોંડા સેન્સિંગ એડીએએસ સૂટ પણ મળશે, જેમાં  એડાપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, લેન-કીપ અસિસ્ટ, કોલિસન મિટિગેશન બ્રેકિંગ સિસ્ટમ અને હાઈ બીમ સામેલ છે.


ક્રેટા સાથે આ કારનો મુકાબલો


આ SUV હ્યુન્ડાઈ ક્રેટા સાથે સ્પર્ધા કરશે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિન સાથે ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પો ઉપલબ્ધ છે. 


નવી કિયા સેલ્ટોસ ફેસલિફ્ટનું શરૂ થયું બુકિંગ


કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ ભારતમાં 4 જુલાઈ, 2023 ના રોજ લોન્ચ થવાની છે. જો કે હજુ સુધી તેનું બુકિંગ સત્તાવાર રીતે શરૂ થયું નથી. પરંતુ પસંદગીના કિયા ડીલરશિપ્સે તેના માટે રૂ. 25,000ની પ્રારંભિક રકમ સાથે પ્રી-બુકિંગ કરવાનું શરૂ કર્યું છે. સ્પાય તસવીરોની મદદથી કાર વિશે ઘણી વિગતો સામે આવી ચુકી છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


Car loan Information:

Calculate Car Loan EMI