Delhi Metro: ભારતની રાજધાની દિલ્હીમાંથી એક ખાસ સમાચાર સામે આવ્યા છે. દિલ્હી મેટ્રૉએ શુક્રવારે (30 જૂન) એક ખાસ જાહેરાત કરતાં દારૂ પીનારાઓને ખુશખબરી આપી છે. દિલ્હી મેટ્રૉએ જાહેરાત કરી છે કે હવે મેટ્રૉમાં વ્યક્તિ દીઠ દારૂની બે સીલબંધ બૉટલને મંજૂરી આપવામાં આવશે. દિલ્હી મેટ્રૉની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની જેમ હવે અન્ય રૂટ પર પણ દારૂની છૂટછાટ આપવામાં આવશે. CISF અને DMRC અધિકારીઓની કમિટીએ આ અંગે નિર્ણય લીધો છે. અગાઉના નિર્ણય મુજબ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર જ દારૂ લઇ જવાની છૂટ હતી.
જોકે આ આદેશ છતાં મેટ્રૉ પરિસરની અંદર દારૂ પીવો ગુનોની કેટેગરીમાં આવશે. આ આદેશ બાદ મેટ્રૉએ મુસાફરોને મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન રાખવા પણ અનુરોધ કર્યો છે. જો કોઈ દારૂ પીધેલી હાલતમાં જોવા મળશે તો તેની સામે કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પહેલા માત્ર એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર જ હતી પરવાનગી -
CISF અને DMRC અધિકારીઓની કમિટીએ આ અંગે નિર્ણય લીધો છે. અગાઉના નિર્ણય પ્રમાણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર જ દારૂ લઇ જવાની છૂટ હતી. દિલ્હી મેટ્રૉ રેલ કોર્પૉરેશન (DMRC) વતી, વિદેશથી આવતા મુસાફરોને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર દારૂની બૉટલો લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
વળી, DMRCના હાલના નિર્ણય બાદ દિલ્હી મેટ્રૉના તમામ રૂટ પર બે બૉટલ દારૂની મંજૂરી આપવામાં આવશે. આ માટે લોકોએ માત્ર એટલું ધ્યાન રાખવું પડશે કે દારૂની બૉટલોનું સીલ ખુલ્લી ના હોવી જોઈએ.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં આ યુવકે નોંધાવ્યું નામ, માત્ર આટલી મિનિટોમાં કવર કર્યા દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશન
દિલ્હી મેટ્રોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રોમાં 286 સ્ટેશન છે જેમાં દરરોજ લગભગ 17 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રોની આવી જટિલ લાઈનો દ્વારા તમામ સ્ટેશનો પર મુસાફરી કરવી સામાન્ય બાબત નથી. જો તમને કહેવામાં આવે કે આ કરીને કોઈ વ્યક્તિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે, તો તમને આશ્ચર્ય થશે. આ કામ કરનારનું નામ શશાંક મનુ છે. તેણે આ રેકોર્ડ 14 એપ્રિલ 2021ના રોજ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ રેકોર્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એપ્રિલ 2023માં તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું હતું. તેણે કહ્યું કે તેને કોરોના મહામારી વચ્ચે આ અનોખા રેકોર્ડનો વિચાર આવ્યો. પરંતુ તેણે આ ત્યારે કર્યું જ્યારે લોકડાઉન બાદ મેટ્રોને લોકો માટે ખોલવામાં આવી. તેમના દ્વારા આ કરવાનો હેતુ દિલ્હી મેટ્રોને વિશ્વમાં શ્રેષ્ઠ દેખાવાનો હતો. તેણે સમજાવ્યું કે રેકોર્ડ બનાવવાની યાત્રા માત્ર એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી જ સીમિત ન હતી, પરંતુ તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા નિર્ધારિત કડક માર્ગદર્શિકાનું પણ પાલન કરવું પડ્યું હતું. આ અંતર્ગત તેણે દરેક સ્ટેશન પર ફોટોગ્રાફ્સ લેવાના હતા, લોકોને રસીદ પર સહી કરવાનું કહેવાનું હતું અને આખી મુસાફરી દરમિયાન સાક્ષીઓ પોતાની સાથે રાખવાના હતા.
15 કલાક 22 મિનિટમાં સફર પૂરી કરી
પોતાનો રેકોર્ડ સાબિત કરવા માટે શશાંક મનુએ દરેક સ્ટેશન પર મેટ્રોના દરવાજા ખોલવા અને બંધ કરવાના સમયે વીડિયો રેકોર્ડ કર્યો. તેણે બ્લૂ લાઇનથી તેની યાત્રા શરૂ કરી અને ગ્રીન લાઇન પર બ્રિગેડીયર હોશિયાર સિંઘ સ્ટેશન પર સમાપ્ત થઈ. તેણે તેની મુસાફરી દરમિયાન ત્રણ ટૂંકા વિરામ લીધા, જેમાં ભીડવાળા કાશ્મીરી ગેટ સ્ટેશન પર લંચ બ્રેકનો સમાવેશ થાય છે. તેણે વન ડે ટૂરિસ્ટ કાર્ડનો ઉપયોગ કર્યો, જેમાં તેને એક દિવસ માટે અમર્યાદિત મુસાફરી મળી. એક ગેરસમજને કારણે આ રેકોર્ડ મેટ્રોના અધિકારી પ્રફુલ સિંહને આપવામાં આવ્યો હતો. પ્રફુલ સિંહે 29 ઓગસ્ટ, 2021ના રોજ તમામ મેટ્રો સ્ટેશનને 16 કલાક 2 મિનિટમાં કવર કર્યા હતા. જ્યારે શશાંક મનુએ 14 એપ્રિલ 2021ના રોજ 15 કલાક 22 મિનિટ 49 સેકન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે શશાંક મનુને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મેળવવા માટે બે વર્ષથી વધુ રાહ જોવી પડી હતી.
Join Our Official Telegram Channel: