ભારતમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છતાં ભાવ આસમાને આંબી રહ્યા છે. ભારતમાં હાલ એક મોટો વર્ગ ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યો છે. ભારતમાં હ્યુન્ડાઈની Ioniq 5 electric SUV ક્યારે લોન્ચ થશે તેની સ્થિતિ સ્પષ્ટ નથી. થોડા દિવસો પહેલા અમને Hyundai Indiaના હેડ ક્વાર્ટરમાં આ કાર જોવાનો મોકો મળ્યો હતો. અહીંયા તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી.
BEW પ્લેટફોર્મ પર બનેલી એકમાત્ર ઈલેક્ટ્રિક કાર
Hyundai Ioniq 5 મિડસાઈઝમાં BEW પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલું એક માત્ર ઈલેક્ટ્રીક વ્હીકલ્સ છે. નવું પ્લેટફોર્મ તેને અલગ મુકામ પર લઈ જાય છે. કારણકે ઈલેક્ટ્રિક કારમાં ઓછા સ્પેરપાર્ટ્સ હોય છે અને નીચેના બહારના હિસ્સામા લાંબા વ્હીલબેસ હોય છે. જોકે હ્યુન્ડાઈની આ કારમાં એવું નથી. અન્ય ઈલેક્ટ્રિક કારની તુલનામાં તે મોટી લાગે છે. તેનું ઈન્ટિરિયર મોટું અને ખુલ્લુ લાગે છે.
શાનદાર છે ડિઝાઈન
ડિઝાઈનના મામલે પણ Hyundai Ioniq 5 આકર્ષક અને શ્રેષ્ઠ છે. ટેલ લેમ્પ, ફ્રંટ બંપર પર વિવિધ કટ તથા અલગ પ્રકારના વ્હીલની ડિઝાઈનની સાથે મોટા ક્રોસઓરની જેમ લાગે છે. તેનું ઈન્ટિરિયર પણ ખાસ છે. તેમાં મૂવેબલ સેંટર કંસોલ છે. ફર્શ પ્લેટ છે. આગળની સીટને ઈલેક્ટ્રોનિકલી એડજસ્ટ કરવાનું ફીચર પણ છે. આ ડિઝાઇનમાં ઇકો બેસ્ડ મટીરિયલ્સનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત ડ્રાઇવર માટે 12 ઈંચની ટચ સ્ક્રીન તથા 12 ઈંચની ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.
480 કિલોમીટર સુધીની છે રેન્જ
એન્જિનની વાત કરવામાં આવે તો 58kwh અને 72.6kwh મોટરની સાથે બે વેરિયંટમાં આવે છે. આ બંને મોટરની રેન્જ 470 થી 480 કિલોમીટર સુધીની છે. આ કાર ટેસ્ટના વાય મોડલને ટક્કર આપે છે. ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત 37 લાખ રૂપિયા આસપાસ છે.
દુનિયાના અનેક દેશોમાં છે સારી ડિમાન્ડ
વર્તમાનમાં આ કાર વિશ્વના અનેક દેશોમાં ઉપલબ્ધ છે અને તેની ડિમાન્ડ પણ સારી છે. જો ભારતમાં ઈલેક્ટ્રિક કાર પર લગાવવામાં આવતી ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો આવી કાર ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે. આ કારની કિંમત વધારે છે પરંતુ એકદમ અલગ લાગે છે અને રેન્જ પણ શાનદાર છે. હ્યુન્ડાઈને તેને Kona EVથી ઉપર રાખવાનું વિચારી શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI