Skoda Kushaq And Slavia Launched: સ્કોડા ઇન્ડિયાએ સોમવારે, 2 સપ્ટેમ્બરની સાંજે ભારતીય બજારમાં તેના નવા મોડલ રજૂ કર્યા. સ્કોડાએ તેની પોપ્યુલર કાર કુશક અને સ્લેવિયાની મોન્ટે કાર્લો એડિશન માર્કેટમાં લોન્ચ કરી છે. સ્કોડા ઓટો ભારતમાં તેની નવી સ્પોર્ટલાઇન રેન્જ લાવી છે. સ્કોડા ઇન્ડિયાએ ભારતીય બજારમાં તેની નવી સ્પોર્ટલાઇન રેન્જ લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એડિશનમાં ચાર મોડલ માર્કેટમાં આવ્યા છે.                   

  


સ્કોડાના નવા મોડલની કિંમત
સ્કોડાએ મેન્યુઅલ, ઓટોમેટિક અને ડીએસજી ટ્રાન્સમિશન સાથે સ્લાવિયાને બજારમાં ઉતારી છે. Skoda Slavia Sportlineના 1.0-MT વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 14.05 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 1.0-AT વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 15.15 લાખ રૂપિયા છે અને તેના 1.5-DSGની એક્સ-શોરૂમ કિંમત 16.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે.                  


સ્કોડા કુશકની સ્પોર્ટલાઇન રેન્જ સ્લાવિયા કરતા 65 હજાર રૂપિયા મોંઘી છે. આ કારના મોડલની એક્સ-શોરૂમ કિંમત 15.90 લાખ રૂપિયાથી શરૂ થઈને 18.60 લાખ રૂપિયા છે.           


નવી શ્રેણીમાં જબરદસ્ત લાભો ઉપલબ્ધ છે
સ્કોડા ઓટોની કુશક અને સ્લાવિયાના વિશેષ આવૃત્તિઓ બમ્પર લાભો સાથે લાવવામાં આવી છે. પરંતુ આ લાભો ફક્ત તે લોકો માટે છે જેઓ આ કારના પ્રથમ 5000 ખરીદનાર બનવા જઈ રહ્યા છે. મોન્ટે કાર્લો એડિશન અને સ્પોર્ટલાઈન રેન્જ પર 30 હજાર રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. સ્કોડાની આ ઑફર 6 સપ્ટેમ્બર, 2024 સુધી જ માન્ય છે. સ્કોડા કુશકની સ્પોર્ટલાઇન રેન્જ સ્લાવિયા કરતા 65 હજાર રૂપિયા મોંઘી છે. આ કારના મોડલની એક્સ-શોરૂમ કિંમત 15.90 લાખ રૂપિયાથી શરૂ થઈને 18.60 લાખ રૂપિયા છે.                            


સ્કોડાની સ્પેશિયલ એડિશનમાં શું ખાસ છે?                  
સ્કોડા સ્લાવિયા મોન્ટે કાર્લો એડિશન ટોરોન્ટો રેડ અને કેન્ડી વ્હાઇટ કલરમાં માર્કેટમાં આવી છે. આ પેઇન્ટથી વિપરીત બ્લેક રૂફ આપવામાં આવી છે. આ કારમાં ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાહનમાં 16 ઈંચના એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. કુશકના સ્પોર્ટલાઇન વેરિઅન્ટમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ છે. આ કારની કેબિનને સ્પોર્ટી લુક પણ આપવામાં આવ્યો છે.


Car loan Information:

Calculate Car Loan EMI