Skoda Kylaq SUV Booking Starts: ભારતીય બજારમાં એન્ટ્રી લેવલની એસયુવીની માંગને ધ્યાનમાં રાખીને, સ્કોડાએ તાજેતરમાં તેની નવી એસયુવી Skoda Kylaq બનાવી છે. હવે કંપનીએ આ નવી SUVનું બુકિંગ શરૂ કરી દીધું છે.
હવે બુકિંગ કર્યા પછી, તમને આ કાર આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં મળી જશે. Skoda Kylaq ચાર ટ્રિમ સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે, જેમાં ક્લાસિક, સિગ્નેચર, સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટિજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
ક્યાં વેરિયન્ટની કેટલી કિંમત
આમાં, ક્લાસિક વેરિઅન્ટની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.89 લાખ રૂપિયા છે, જ્યારે સિગ્નેચર વેરિઅન્ટ 9.59 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. સિગ્નેચર પ્લસ વેરિઅન્ટની કિંમત 11 લાખ 40 હજાર રૂપિયા છે, જ્યારે પ્રેસ્ટિજ વેરિઅન્ટની કિંમત 13 લાખ 35 હજાર રૂપિયા છે.
Skoda Kylaq 6 નવેમ્બરે રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કિંમતો જાહેર કરવામાં આવી ન હતી. હવે કારના બુકિંગની સાથે કંપનીએ તેની કિંમતો પણ જાહેર કરી છે. આ કારના તમામ ટ્રિમ સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેમાં સાત કલર વેરિએન્ટ ઉપલબ્ધ છે.
Skoda Kylaqના ફિચર્સ અને પાવર ટ્રેન
આ કારમાં 446 લિટરની બૂટ સ્પેસ છે, જે ફેમિલી કાર તરીકે ખૂબ જ ઉપયોગી છે. તેમાં 8-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
Skoda Kylaq 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. વાહનમાં લાગેલું આ એન્જિન 115 એચપીનો પાવર આપે છે અને 178 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયર બોક્સ અવેલેબલ છે. આ કાર 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 10.5 સેકન્ડનો સમય લે છે.
તે કયા વાહનો સાથે કોમ્પિટિશન કરે છે?
ભારતીય બજારમાં Skoda Kylaq સાથે સ્પર્ધા કરતા ઘણા વાહનો છે. આ કાર Mahindra XUV 3XO, Hyundai Venue, Kia Sonet અને Tata Nexon જેવા વાહનોને ટક્કર આપી શકે છે. Mahindra XUV 3XOની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા અને Hyundai Venueની કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો
Car loan Information:
Calculate Car Loan EMI