નવી દિલ્હીઃ ઓટો કંપની Skodaએ Kushaqને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આ કારને કંપનીએ 10.5 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત સાથે ભારતમાં ઉતારી છે. આના બીજા 1.5l TSI વેરિએન્ટની શરૂઆતી કિંમત 16.19 લાખ રૂપિયા છે.Kushaq Skodaની મૉસ્ટ અવેટેડ કૉમ્પેક્ટ SUV રહી છે. આ ભારત માટે બનાવવામાં આવી છે, અને MQB-A0-IN પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. આવો જાણીએ કારમાં શું છે ખાસ....... 


ક્રેટાથી નાની છે કુશાક- 
Kushaq એક સબકૉમ્પેક્ટ SUV નથી, પરંતુ આ Creta જેવી અન્ય કૉમ્પેક્ટ SUVsથી થોડી નાની પણ છે. આની લંબાઇ 4225mm છે. આના ટૉપ-એન્ડ એડિશનમાં 17 ઇંચના એલૉય વ્હીલ્સ છે. કુશાકનુ ફ્રન્ટ મોટા ગ્રીલ સાથે છે, જ્યારે રિયર ક્રૉસઓવર જેવો છે. કુશાકની અંદર એક સ્પેશિફિક ટૂ-સ્પૉક વ્હીલ આપવામાં આવ્યુ છે, પરંતુ એનાલૉગ ડાયલ બીજાઓની જેમ ડિજીટલ નથી. આમાં 10 ઇંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. 


ફિચર્સ અને એન્જિન- 
કુશાકમાં કનેક્ટેડ કાર ટેકનોલૉજીની સાથે સનરૂફ અને હવાદાર સીટોની સાથે પણ ઘણુબધુ છે. આમાં વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો, એક વેલેટ મૉડ એબિયન્ટ લાઇટ, કૂલ્ડ ગ્લૉવબૉક્સ, યુએસબી ટાઇપ સી પોર્ટ, છ એરબેગ્સ, રિયર વ્યૂ કેમેરા, ઇએસસી, અને બીજુ ઘણુબધુ સામેલ છે. Kushaqમાં બે પેટ્રૉલ એન્જિન છે, જેમાં 1.0 TSI 115bhp પર શરૂઆતી એન્જિન છે, આમાં માપદંડની રીતે કે પછી 6-સ્પીડ મેન્યૂઅલ ઓટોમેટિક મળે છે. Kushaqમાં 150bhpની સાથે વધુ પાવરફૂલ 1.5 TSI પણ છે, અને આ 6-સ્પીડ મેન્યૂઅલ કે 7-સ્પીડ DSG ની સાથે ઉપલબ્ધ હશે.


પાંચ કલર ઓપ્શનમાં થઇ લૉન્ચ- 
Kushaqના ત્રણ ટ્રિમ અવેલેબલ છે, જેમાં Ambition, Active અને Style સામેલ છે. આ એસયુવી પાંચ કલર ઓપ્શનની સાથે ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવી છે. જેમાં Candy White, Brilliant Silver, Carbon Steel, Honey Orange અને Tornedo Red કલર્સ સામેલ છે. 


આની સાથે થશે મુકાબલો- 
Skoda Kushaqની એક બાજુ જ્યાં Kia Seltos અને Hyundai Creta જેવી કૉમ્પેક્ટ SUVsની સાથે કૉમ્પિટીશન છે. વળી આ કેટલીક હદ સુધી Hyundai Venue અને Tata Nexonની સાથે Maruti Vitara Brezza અને Kia Sonet જેવી SUVsના સબકૉમ્પેક્ટ ક્લાસને પણ ટક્કર આપશે. જોકે ક્રેટા 9.9 લાખ રૂપિયાથી શરૂ થવાની સાથે, કુશક થોડી મોંઘી છે. હવો જોવાનુ એ છે કે માર્કેટ આના પર શું પ્રતિક્રિયા આપે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI