No Sunroof kusaq- દિગ્ગજ કાર કંપની સ્કૉડાએ દેશમાં પોતાની પૉપ્યૂલર Compact SUV Kushaqનુ નવુ મૉડલ લૉન્ચ કરી દીધું છે. આ નવુ મૉડલ સ્ટાઇલ 1.0 ટીએસઆઇ એણટી અને અન્ય ફિચર્સની સાથે આવશે. વળી, આમાં સનરૂફ નથી આપવામાં આવ્યુ. કિંમતની વાત કરીએ તો 15.09 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.
માનવામાં આવી રહ્યું છે કે આ કુશાકનુ સૌથી સસ્તુ મૉડલ હોઇ શકે છે. વળી, આ નવા વેરિએન્ટનુ નામ સ્ટાઇલ NSR આપવામાં આવ્યુ છે, જેનુ પુરુ નામ નૉ સનરૂફ છે. જાણકારી માટે તમને બતાવી દઇએ કે હાલના સમયમાં સ્કૉડા કુશાક એસયુવી દેશમાં 13 વેરિએન્ટ અવેલેબલ છે. કિંમતની વાત કરીએ તો 11.29 લાખ રૂપિયાથી શરૂ થઇને 19.49 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) સુધીની છે. વળી, આની ટક્કર Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigun અને MG Astor જેવી કારો સાથે થવાની છે.
ઓટોમેટિક ગિયરબૉક્સનો ઓપ્શન અવેલેબલ -
Kushaq SUVના આ મૉડલમાં 1.0 લીટર TSI ટર્બો પેટ્રૉલ એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 115 પીએસના પાવર અને 178 એનએમનો ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. વળી, આ એન્જિનનો 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ સાથે જોડવામાં આવ્યુ છે. અન્ય મૉડલ્સમાં આ એન્જિનની સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સનો ઓપ્શન પણ મળશે. આ ટૉપ લાઇન મૉડલમાં મોટુ 1.5 લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન અવેલબલ છે, જે 150 પીએસનો પાવર અને 250 એનએમનો ટૉર્ક પેદા કરવામાં સક્ષમ છે. આને 6- સ્પીડ મેન્યૂઅલ અને 7- સ્પીડ ડીસીટી (ડ્યૂલ -ક્લચ ઓટોમેટિક) ગિયરબૉક્સની સાથે આપવામાં આવ્યુ છે.
ગાયબ છે આ ફિચર્સ -
ખાસ વાત છે કે કંપનીએ કેટલાક ફિચર્સ આ વેરિએન્ટમાંથી ગાયબ કરી દીધા છે. જેમાં સનરૂફ પણ સામેલ છે. હટાવવામાં આવેલા ફિચર્સમાં ડિજીટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઓટો ડિમિંગ IRVM, રેન સેન્સિંગ વાઇપર અને 16- ઇંચનુ સ્પેર વ્હીલ જેને સ્ટાઇલમાં 15- ઇંચ વ્હીલથી બદલી દેવામાં આવશે. વળી, પહેલાની જેમ આમાં વેન્ટીલેટેડ ફ્રન્ટ સીટો મળતી રહેશે, જ્યારે બાદમાં એક નવુ 8- ઇંચ ટચસ્ક્રીન સામેલ કરવામાં આવશે.
Car loan Information:
Calculate Car Loan EMI