Suresh Raina New Kia Carnival: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈના પોતાના ઘરે નવી કિયા કાર્નિવલ લિમોઝિન લઈને આવ્યા છે. આ કારની ચાવી લીધા બાદ સુરેશ રૈનાએ પણ કેક કાપી ઉજવણી કરી હતી. Kiaની આ નવી કાર ભારતમાં આ મહિનાની શરૂઆતમાં 3જી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. આ નવી કિયા કાર્નિવલ પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેન સાથે માર્કેટમાં આવી છે. આ લક્ઝરી કારની એક્સ-શોરૂમ કિંમત 63.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે.                  


કિયા કાર્નિવલની વિશેષતાઓ               
નવી કિયા કાર્નિવલ ભારતીય બજારમાં બે કલર વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ 7 સીટર કાર છે. આ કારને ફ્યુઝન બ્લેક અને ગ્લેશિયર વ્હાઇટ પર્લ કલર આપવામાં આવ્યો છે. આ વાહનનું ઈન્ટિરિયર Tuscan અને Umber 2 ટોન કલર સાથે આવે છે. આ લક્ઝરી કારમાં વાઈડ ઇલેક્ટ્રિક ડ્યુઅલ સનરૂફ પણ ઉપલબ્ધ છે. લોકોના મનોરંજન માટે આ વાહન 12-સ્પીકર બોસ સિસ્ટમથી પણ સજ્જ છે.                      


આ Kia કારમાં વાયરલેસ ચાર્જિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ વાહનમાં 18 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે. ડ્રાઇવિંગ અનુભવને બહેતર બનાવવા માટે આ કારમાં પેડલ શિફ્ટર પણ આપવામાં આવ્યા છે. આ Kia કારમાં ADAS અને 360-ડિગ્રી કેમેરાની સુવિધા પણ છે. આ કારમાં સુરક્ષા માટે 8 એરબેગ્સ પણ આપવામાં આવી છે. કિયા કાર્નિવલમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલની સુવિધા પણ છે.              


નવી કિયા કાર્નિવલનો પાવર         
Kia Carnival Limousineના ડીઝલ વેરિઅન્ટમાં 2151 cc 4-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 190 bhpનો પાવર આપે છે અને 441 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા આપવામાં આવી છે. આ લક્ઝરી કારની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 32 લિટર છે. આ Kia કાર 14.85 kmplની માઈલેજ આપે છે.'               


આ પણ વાંચો : 700mm ઊંડા પાણીમાં પણ દોડે છે આ એસયૂવી, આ Mercedesએ આવતાની સાથે જ મચાવી ધૂમ


Car loan Information:

Calculate Car Loan EMI