નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં ઓછી કિંમત વાળી એસયુવી (SUV) કારો હાલના સમયમાં ધમાલ મચાવી રહી છે. કાર નિર્માતા કંપનીઓની કોશિશ છે કે દેશમાં વધુમાં વધુ બજેટ SUV કારો લન્ચ કરવામાં આવે. આજે અમે તમને એવી એસયુવી (SUV) કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 10 લાખ રૂપિયા સુધીની છે, અને ફિચર્સના મામલે એકદમ જબરદસ્ત છે. આની ડિઝાઇન એકદમ એટ્રેક્ટિવ છે, અને આ કેટલાય વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. આવો એ નજર આ SUV કારો પર નાંખીએ.......
Renault Kiger-
રેનોની આ કાર ફેબ્રુઆરી 2021માં લૉન્ચ થઇ હતી. આ કેટલાય જબરદસ્ત ફિચર્સની સાથે છે. આમાં 1.0 લીટરની નેચરલી એસ્પીરેટેડ પેટ્રૉલ એન્જિન અને 5-સ્પીડ મેન્યૂઅલ, 5-સ્પીડ અને એએમટી અને 5-સ્પીડ સીવીટી ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યુ છે. આના એએમટી RxL, RxT અને RxZ વેરિએન્ટની કિંમત 6.59 લાખ, 7.05 લાખ અને 8 લાખ છે. વળી RxT સીવીટી ટર્બો પેટ્રૉલની કિંમત 8.60 લાખ રૂપિયા છે. આના ટૉપ RxZ ટર્બો પેટ્રૉલ સીવીટી વેરિએન્ટની કિંમત 9.55 લાખ રૂપિયા છે.
Tata Nexon-
ટાટાની આ કારની કિંમત 8.59 લાખથી 9.92 લાખી વચ્ચે છે. આ કારને 5-સ્ટાર રેટિંગ મળી ચૂક્યા છે. નેક્સૉન 5 ટ્રિમ્સ XE, XM, XZ, XZ+ અને XZ+ (O)માં મળે છે. આ કારમાં 1.2 લીટર વાળુ ટર્બો પેટ્રૉલ એન્જિન અને 1.5 લીટરનુ ડીઝલ એન્જિન આપવામાં આવ્યુ છે. આ 110 bhpની પાવર અને 170 Nm અને 260 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કાર નિર્માતા કંપનીઓની કોશિશ છે કે દેશમાં વધુમાં વધુ બજેટ SUV કારો લન્ચ કરવામાં આવે.
Nissan Magnite-
નિશાન મેગ્નાઇટ કાર ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આમાં 2 એન્જિન ઓપ્શન 1.0 લીટર નેચરલી એસ્પીરેટ અને 1.0 લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે 72 bhp અને 100 bhpનો પાવર આપે છે. આમાં મેન્યૂઅલ ઉપરાંત માત્ર સીવીટી ઓટોમેટિક ગિયરબૉક્સ આવે છે, જે ટર્બો પેટ્રૉલ એન્જિનમાં મળે છે. મેગ્નાઇટ કિંમત 8.19 લાખથી 9.75 લાખ રૂપિયાની વચ્ચે છે.
Car loan Information:
Calculate Car Loan EMI