ભારતીય માર્કેટમાં સુઝુકીનું આ પ્રથમ સ્કૂટર હશે. તેમાં લિથિયમ આયન બેટરીની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સ્કૂટર એક વખત ચાર્જ કરવા પર 100 થી 120 કિમીની રેન્જ આપશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph હશે.
આવા હોઇ શકે છે ફીચર્સ
સુઝુકીના આ સ્કૂટરમાં ફ્રંટ ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ અને ટ્યૂબલેસ ટાયર જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ઈલેકટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી તથા એક ડેડિકેટેડ એપ પણ આપવામાં આવી શકે છે. જે માત્ર ચાર સેકંડમાં 0 થી 40kmph સુધીની સ્પીડ પકડી લેશે.
આવી હોઇ શકે છે ડિઝાઇન
આ સ્કૂટરના પ્રોટોટાઇપ મોડલની તસવીર સામે આવી છે. જેનાથી તે એલઈડી ડીઆરએલ્સની સાથે હેલોઝન હેડલેમ્પ સહિત લોન્ચ થાય તેવી શક્યતા છે. હાલ માર્કેટમાં તેનું પેટ્રોલ વર્ઝન ઉપલબ્ધ છે, જેમાં ફૂલ એલઇડી સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે.
આની સાથે થશે મુકાબલો
ભારતીય બજારમાં Suzuki Burgman EV નો મુકાબલો Bajaj Chetakસાથે થઈ શકે છે. માર્કેટમાં બજાજ સ્કૂટરની કિંમત એક લાખથી શરૂ થાય છે. સિવાય TVS iQubeને પણ ટક્કર આપશે.
Car loan Information:
Calculate Car Loan EMI