નવી દિલ્હીઃ સતત 29 દિવસથી પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો પરંતુ આજે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષે પ્રથમ વખત પેટ્રોલની કિંમત વધી છે અને દેશભરમાં અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 24થી 26 પૈસા અને ડીઝળની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.


દિલ્હીમાં પેટ્રોલની કિંમત 26 પૈસા પ્રતિ લિટર વધીને 83.97 રૂપિયા પર પહોંચી ગઈ છે ઉપરાંત ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 25 પૈસા પ્રતિ લિટર મોંઘું થઈને 74.12 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયું છે.

મુંબઈમાં પેટ્રોલ વધીને 90.60 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જ્યારે ડીઝલની કિંમત 80.78 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે.

કોલકાતમાં પેટ્રોલના રેટ 85.44 રૂપિયા અને ડીઝલના રેટ 77.70 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 86.75 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 79.46 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે.

બેંગલુરુમાં પમ પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો થયો છે અને પેટ્રોલની કિંમત 25 પૈસા વધીને 86.79 રૂપિયા પ્રતિ લિટર આવી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 78.59 રૂપિયા પ્રતિ લિટર આવી ગઈ છે.

નોયજામાં પેટ્રોલ 83.88 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 74.55 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે.

પેટ્રોલ અને ડીઝળની કિંમત ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર છે.

8 ડિસેમ્બર બાદથી નથી બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ

દેશમાં છેલ્લે પેટ્રોલ ડીઝળની કિંમતમાં 8 ડિસેમ્બરે ફેરફાર થયો હતો અને ત્યાર બાદ આજે નવા વર્ષમાં પ્રથમ વખત ફેરફાર કરતાં પેટ્રોલ 26 પૈસા અને ડીઝલ 25 પૈસા મોઘું થયું છે.