Tata Nexon 2024: સ્વદેશી કાર નિર્માતા કંપની ટાટા મૉટર્સ 2024 માટે ટાટા નેક્સન ફેસલિફ્ટ પર કામ કરી રહી છે. અપકમિંગ નેક્સન અત્યારથી બિલકુલ અલગ હશે. આમાં એક નવી ઇન્ટીરિયર પણ જોવા મળશે. Nexon કંપની માટે મહત્વપૂર્ણ પ્રૉડક્ટ છે. ભારતમાં આ કારનું ખુબ વેચાણ થાય છે. આ કારણ છે કે, ટાટા આના અપડેટેડ વર્ઝનને ભારતીય માર્કેટમાં લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ અપકમિંગ કારને એક નવુ રૂપ મળશે સાથે જ એક મોટી ટચસ્ક્રીન પણ જોવા મળશે. 


ફ્રન્ટ એન્ડમાં નવી ટાટા મૉટર્સની ડિઝાઇન લેગ્વેઝ Curvv પર સ્લિમ હેડલેમ્પની સાથે જોઇ શકાશે. જ્યારે રિયરમાં કદાચ એક લાઇટ બાર મળશે જે LED ટેલ લેમ્પ્સ સાથે જોડાયેલુ હશે. આની આગળ અને પાછળના ભાગમાં ફરીથી કામ કરવામાં આવશે. સાઇડ પ્રૉફાઇલ તે જ રહેશે. સાથે જ એલૉય વ્હીલ્સ માટે એક નવી ડિઝાઇન હશે. 


ઇન્ટીરિયરમાં નવું મોટી 10.25 ઇંચ ટચસ્ક્રીન અને નવી ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર જોવા મળશે, આશા છે કે, આવનારી નેક્સનમાં એક 360 ડિગ્રી કેમેરા પણ જોવા મળે, વળી, રિયર વ્યૂ કેમેરા યથાવત રહી શકે છે. ડિસ્પ્લે બેસ્ટ હોઇ શકે છે. 


અપકમિંગ નેક્સનના પાવરટ્રેનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આમાં 1.2L ટર્બો પેટ્રૉલ મળી શકે છે. જે કંપનીનું જ કર્વમાં જોવામાં આવ્યું છે. આ એન્જિન હાલના એન્જિનથી વધુ પાવરફૂલ હશે. વળી ગિયર બૉક્સની વાત કરીએ તો આ નવી નેક્સન પોતાના લાઇન અપથી AMT થી ને પણ હટાવી શકે છે, અને ઓટોમેટિક રીતે ડીટીસી ગિયરબૉક્સ મળી શકે છે. 


Tata Motorsમાં આગામી કેટલાક વર્ષોમાં વ્યસ્ત રહેવાની છે. વળી, Nexon નું 2024 માં ડેબ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કંપનીની પાસે નવી SUVs ની લાઇન અપની સાથે આવનારી કારોની એક લાંબી યાદી છે, જેમાં Curvv કૂપ SUV અને કેટલીક અન્ય કારો પણ સામેલ છે. જોકે, વૉલ્યૂમના મામલામાં નેક્સૉન એક મહત્વપૂર્ણ કાર છે, અને આ અપડેટ આને સબ કૉમ્પેક્ટ એસયૂવી સ્પેસમાં પણ મજબૂત બનાવી દેશે.


ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત પણ ટાટા મૉટર્સ બીજી કેટલીય દમદાર એસયૂવી અને અન્ય કારો પર કામ કરી રહી છે, પણ આગામી સમયમાં માર્કેટમાં જોવા મળી શકે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI