Tata Curvv Launching Price: ટાટા મોટર્સની મોસ્ટ અવેટેડ કાર લોન્ચ થઈ ગઈ છે. ટાટા કર્વે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. Tata Curve 10 લાખ રૂપિયાની કિંમતે માર્કેટમાં આવી છે. કંપનીએ અગાઉ તેનું ઈલેક્ટ્રીક મોડલ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. હવે કર્વના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
Tata Curvv ની કિંમત શું છે ?
ટાટા કર્વ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન સાથે ભારતીય બજારમાં આવી છે. ટાટા મોટર્સે કર્વના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9,99,990 રૂપિયા રાખી છે. જ્યારે ડીઝલ વેરિઅન્ટની કિંમત 11,49,990 રૂપિયાથી શરૂ થાય છે. ટાટા કર્વના DCA વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 12,49,990 રૂપિયા રાખવામાં આવી છે. Tata Curveના હાઈપરિયન GDi વેરિઅન્ટની કિંમત 13,99,990 રૂપિયાથી શરૂ થાય છે.
ટાટા કર્વના પેટ્રોલ વેરિઅન્ટના ફીચર્સ
ટાટા કર્વની આ કાર પ્રીમિયમ કૂપ ડિઝાઇન સાથે આવે છે. ટાટા મોટર્સની આ કારને 500 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. આ કારને 208 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ કારમાં LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા કર્વમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે.
ટાટા કર્વમાં પેનોરેમિક સનરૂફ
Tata Curve ના હાઈપરિયન GDi વેરિયન્ટમાં વૉઇસ આસિસ્ટેડ પેનોરેમિક સનરૂફની વિશેષતા છે. આ વાહનમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કારમાં એરો ઇન્સર્ટ સાથે R17 એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે. ટાટાની આ કારમાં ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલની સુવિધા છે.
ટાટા કર્વમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર પણ સામેલ છે. આ સાથે પાર્કિંગને સુધારવા માટે રિવર્સ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ કારમાં ઓટો હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે. આ કારમાં રેઈન સેન્સિંગ વાઈપર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટાટા કર્વ બુકિંગ શરૂ
ટાટા મોટર્સે આજથી જ 2જી સપ્ટેમ્બરથી ટાટા કર્વનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની 12 સપ્ટેમ્બરથી આ કારની ડિલિવરી પણ શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારને 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે.
Car loan Information:
Calculate Car Loan EMI