Tata Curvv Series X: ટાટાએ પોતાની દમદાર SUV કર્વની નવી રેન્જ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ કર્વ સિરીઝ X રેન્જ રજૂ કરી છે. કર્વ X રેન્જ વર્તમાન સ્ટાન્ડર્ડ વર્ઝનને રિપ્લેસ કરશે. બ્રાન્ડનું માનવું છે કે નવી રેન્જમાં ગ્રાહકોને વધુ સારી વૅલ્યૂ મળશે. સરળ ભાષામાં કહીએ તો, આ કારમાં ગ્રાહકોને એક્સ્ટ્રા વૅલ્યૂ મળશે.

Continues below advertisement

 

Continues below advertisement

કર્વ સિરીઝ X 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ટાટાએ નવી રેન્જમાં વેરિઅન્ટ લાઇનઅપને રિશફલ કર્યું છે. આ માટે ઓછી કિંમતમાં કંપનીએ હાયર વેરિઅન્ટ્સના ફીચર્સ ઉમેર્યા છે, જેથી લોકોને વધુ સારી વૅલ્યૂ મળી શકે. ચાલો જાણીએ નવી રેન્જની વિગતો.

આ પણ વાંચો...243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 

કેટલી છે કિંમત?કર્વ સિરીઝ X 6 વેરિઅન્ટમાં આવે છે, જેમાં સ્માર્ટ X, પ્યોર X, પ્યોર X પ્લસ, ક્રિએટિવ X પ્લસ, એકમ્પ્લિશ્ડ X અને એકમ્પ્લિશ્ડ X પ્લસનો વિકલ્પ મળે છે. ગ્રાહકો 5 કલર ઓપ્શન- પ્રિસ્ટિન વ્હાઇટ, પ્યોર ગ્રે, નાઇટ્રો ક્રિમસન, ઓપેરા બ્લૂ અને ઓબ્સીડિયન બ્લેકમાં આ કાર ખરીદી શકશે.

ટાટા કર્વ સિરીઝ Xની કિંમત 9.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે. આ કિંમત સ્માર્ટ X વેરિઅન્ટની છે. જ્યારે પ્યોર X વેરિઅન્ટની કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સિરીઝનું ટોપ વેરિઅન્ટ એકમ્પ્લિશ્ડ X પ્લસ 18.50 લાખ રૂપિયા અને તેનું ડાર્ક એડિશન 18.75 લાખ રૂપિયા એક્સ-શોરૂમ કિંમતે આવે છે.

શું હશે કારમાં ખાસ?કર્વ સિરીઝ Xના લોઅર વેરિઅન્ટ્સમાં વધુ ફીચર્સ મળે છે. કારમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પ્યોર X વેરિઅન્ટથી જ મળવાનું શરૂ થઈ જશે. આ સિવાય સિરીઝમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એરપલ કાર પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ અને ઓટો ફોલ્ડિંગ ORVMs મળશે.

હાયર વેરિઅન્ટ્સમાં 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મલ્ટિપલ ડ્રાઇવ મોડ્સ, ફ્રન્ટ અને રિયર USB પોર્ટ અને કૂલ્ડ ગ્લોવબોક્સ મળે છે. કેબિનમાં લાઇટર ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે, જેનાથી ઇન્ટિરિયર વધુ એરી અનુભવાય છે. રિયર પેસેન્જર્સ માટે કારમાં અલગથી AC વેન્ટ્સ, રિયર આર્મરેસ્ટ અને રિક્લાઇનિંગ રિયર સીટ્સ મળે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો, કારમાં 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યો છે. કારમાં પેનોરેમિક સનરૂફ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, રેન સેન્સિંગ વાઇપર અને ઓટોમેટિક હેડલેમ્પ્સ મળશે. સેફ્ટીની વાત કરીએ તો કારમાં 6 એરબેગ્સ, EPS, હિલ-હોલ્ડ કન્ટ્રોલ, ABS, EBD અને રિયર પાર્કિંગ સેન્સર્સ મળે છે. કારના એન્જિન ઓપ્શનમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ કાર ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે.


Car loan Information:

Calculate Car Loan EMI