Bharat NCAP Crash Test: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાને BNCAP પ્રમાણપત્ર અર્પણ કર્યું. જોકે, ક્રેશ ટેસ્ટની વિગતો આવવાની બાકી છે. હેરિયર અને સફારીને એડલ્ટ અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન બન્નેમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. બંને એસયુવીમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે 6 એરબેગ્સ ઉપલબ્ધ છે, જ્યારે 7મી વૈકલ્પિક છે. આ સાથે ESC, ADAS જેવી સુરક્ષા સુવિધાઓ પણ હાજર છે.
ક્રેશ ટેસ્ટિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ
ભારત સરકારે તેના ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP) સાથે ક્રેશ ટેસ્ટિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો છે અને આ બંને SUV એ પ્રથમ કાર છે જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ટાટા મોટર્સ ઉપરાંત અન્ય ઓટોમેકર્સે પણ ક્રેશ ટેસ્ટ માટે કાર સબમિટ કરી છે. હાલમાં આ ટેસ્ટ સ્વૈચ્છિક છે અને અન્ય NCAP પરીક્ષણોની જેમ, બેઝ વેરિઅન્ટ ક્રેશ ટેસ્ટેડ છે.
નવી સ્ટાઈલની સાથે તેમને નવા ફીચર્સ પણ જોડવામાં આવ્યા
સફારી અને હેરિયર OMEGARC આર્કિટેક્ચર પર આધારિત છે, જે લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં આ બંને SUVને નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી હતી. નવી સ્ટાઈલની સાથે તેમને નવા ફીચર્સ પણ મળ્યા છે. સફારી અને હેરિયર પણ નવા ઈન્ટીરીયર સાથે આવે છે. જો કે, તે પહેલાની જેમ જ ઓટોમેટિક અને મેન્યુઅલ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી છે અને ડીઝલ એન્જિનને જાળવી રાખવામાં આવ્યું છે.
નવી કારોને પહેલા પરીક્ષણ માટે મોકલવામાં આવશે
આવનારા અઠવાડિયામાં, અમે ભારત NCAP પાસેથી વધુ પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ, જેમાં વધુ કારને ક્રેશ ટેસ્ટ સ્કેનર હેઠળ મૂકવામાં આવશે અને આ વર્ષે લૉન્ચ કરવામાં આવેલી નવી કારોને પહેલા પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
આ પણ વાંચો ...
Auto: એક તો SUV, તે પણ CNG ઓપ્શનની સાથે, ઉપરથી બજેટમાં... આનાથી સારો ઓપ્શન શું હશે
Upcoming Cars: ભારતીય માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહી છે આ પાંચ ધાંસૂ 7-સીટર એસયૂવી, જોઇ લો અહીં...
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
Car loan Information:
Calculate Car Loan EMI