Tata Curvv EV Launched in India: Tata Motors એ તેની ઇલેક્ટ્રિક કાર Tata Curvv EV ભારતમાં લોન્ચ કરી છે. આ ઈલેક્ટ્રિક કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે પછી આખરે બધાની રાહનો અંત આવ્યો. ટાટાની આ SUV કાર પહેલી બજેટ કૂપ SUV બનવા જઈ રહી છે, જેને સિગ્નેચર વર્ચ્યુઅલ સનરાઈઝ પેઈન્ટ સ્કીમમાં ડિઝાઈન કરવામાં આવી છે.


હાલમાં ટાટા પાસે સૌથી મોટો EV પોર્ટફોલિયો છે, જે પછી Curve EV પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. ભારતીય બજારમાં, તે Hyundai Creta, Kia Carens EV અને Elevate EV, MG ZS EV અને આગામી મહિન્દ્રા XUV.e8 જેવા મોડલ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે.







આ શાનદાર ફીચર્સ Tata Curvv EV માં ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે
ટાટા મોટર્સની આ નવી ઇલેક્ટ્રિક એસયુવીમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm છે. આ કાર 500 લીટરની બૂટ સ્પેસ સાથે આવશે. આ વેરિઅન્ટની સિંગલ ચાર્જિંગ રેન્જ 585 કિલોમીટરની અંદર હશે. Tata Curve ત્રણ એન્જિન વિકલ્પોમાં આવી રહ્યું છે, જેમાં 1.2 લિટર, 3-સિલિન્ડર TGDi Heparion ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 123bhpનો પાવર અને 225Nmનો ટોર્ક જનરેટ કરે છે.


 






Tata Curvv EV 5 ટ્રીમના 7 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 17.49 લાખ રૂપિયાથી શરૂ થશે, જેનું બુકિંગ 12 ઓગસ્ટથી શરૂ થશે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 21.99 લાખ રૂપિયા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આ સિવાય આ કારના ICE વર્ઝનની કિંમત સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે. બજારમાં ઘણા સમયથી લોકો આ કારની રાહ જોઈ રહ્યા હતા, હાલમાં તો આનું EV વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. તેના અન્ય વેરિયન્ટ વિશે હજુ કોઈ સતાવાર માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી. 


Car loan Information:

Calculate Car Loan EMI