Tata Motors Price Hike: ભારતની ઓટોમેકર ટાટા મોટર્સે તેની એન્ટ્રી લેવલની હેચબેક કાર ટિયાગોની કિંમતોમાં વધારો કર્યો છે. જે બાદ હવે આ કારની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 5.45 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચાલો જાણીએ કે કયા વેરિયન્ટની કિંમતમાં કેટલો વધારો થયો છે.


કિંમતોમાં વધારો


Tata Tiagoના પ્રારંભિક વેરિઅન્ટ XEની કિંમતમાં સાડા પાંચ હજાર રૂપિયાનો વધારો થયો છે. હવે આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹53,9000 થઈ ગઈ છે. તે જ સમયે, તેના XT વેરિઅન્ટની નવી કિંમત હવે 20 હજાર રૂપિયા વધીને 619900 રૂપિયા થઈ ગઈ છે. તેના મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટની કિંમતો પણ એટલી જ વધી છે.


આ વેરિઅન્ટની કિંમતમાં વધારો થયો નથી


કંપનીએ Tiagoના XT RHYTHM વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના XZ Plus, XZA Plus, XZ Plus DT અને XZA Plus DT વેરિઅન્ટ્સનું વેચાણ ચાલુ રહેશે. જ્યારે XZ અને XZA વેરિઅન્ટને હવે ટાટા મોટર્સ દ્વારા યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.


કિંમતોમાં થયો આટલો વધારો


Tata Tiago ના XT (O) વેરિઅન્ટ માટે ₹ 5,000, NRG XT માટે ₹ 8,000, NRG માટે ₹ 7,000, XZ+ વેરિઅન્ટ માટે ₹ 7,000, XZ+ (DT) માટે ₹ 8,000, NRG AMTની કિંમતમાં રૂ. 7,000, XZ  પ્લસની કિંમતમાં 7000 રૂપિયા  અને XZA+ DT રૂ. 8,000 નો વધારો કરવામાં આવ્યો છે.


સીએનજી વેરિઅન્ટમાં પણ થયો વધારો


કંપનીએ Tiagoના CNG વેરિઅન્ટની કિંમતોમાં પણ વધારો કર્યો છે. તેના CNG XE અને CNG XMના ભાવમાં ₹5,000, CNG XTમાં ₹20,000, XZમાં ₹7,000 અને XZ+ DT CNGના ભાવમાં ₹8,000નો વધારો કર્યો છે.


આ વાતો રાખશો ધ્યાનમાં તો ક્યારેય નહીં થાય રોડ એક્સિડંટ


ભારતમાં માર્ગ અકસ્માત એક મોટી અને ગંભીર સમસ્યા છે. માર્ગ અકસ્માતના કારણે દેશમાં રોજે રોજ હજારો લોકો મોતને ભેટે છે. તાજેતરમાં જ પુણે-બેંગલુરુ હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક સાથે 48 વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આવા માર્ગ અકસ્માતો અવારનવાર સાંભળવા મળે છે.  માર્ગ અકસ્માત ટાળવા અમે તમને હાઇવે પર ડ્રાઇવિંગ માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને ટાળવા શું કરવું શું ના કરવું તેના વિષે અમે તમને જણાવીશું.  



  • સ્પીડને કંટ્રોલ કરો 

  • ઈંડિકેટર નો ઉપયોગ કરો

  • મનને શાંત રાખીને ડ્રાઈવિંગ કરો

  • બીમલાઇટનો યોગ્ય રીતે ઉપયોગ કરો


Car loan Information:

Calculate Car Loan EMI