સરકારના GST સુધારાનો સીધો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે. ટાટા મોટર્સે સૌપ્રથમ જાહેરાત કરી હતી કે તે GST ઘટાડાનો લાભ તેના ગ્રાહકો સુધી પહોંચાડશે. હવે કંપનીએ તેની લોકપ્રિય SUV ટાટા નેક્સનની કિંમત ઘટાડી છે. હવે ગ્રાહકો Nexon ખરીદવા પર 1.55 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. વાસ્તવમાં, Nexon જે પહેલા 8 લાખ રૂપિયાથી શરૂ થતી હતી, હવે 7.32 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી ખરીદી શકાય છે. એટલે કે, ગ્રાહકોને તેના બેઝ વેરિઅન્ટ પર 68,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Tata Nexonના ઇન્ટિરિયર અને ફીચર્સ
ટાટા નેક્સનનું ઇન્ટિરિયર હવે પહેલા કરતાં વધુ પ્રીમિયમ અને હાઇટેક બની ગયું છે. તેમાં 10.25-ઇંચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે, જે રીઅલ-ટાઇમમાં સ્પીડ, માઇલેજ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. નેક્સનના ટોચના વેરિઅન્ટ્સમાં પેનોરેમિક સનરૂફ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ છે, જે ઉનાળાની ઋતુમાં ડ્રાઇવિંગને વધુ આરામદાયક બનાવે છે.
સાઉન્ડ સિસ્ટમ વિશે વાત કરીએ તો JBL ના 9 સ્પીકર્સ અને સબ-વૂફર સાથે 360-ડિગ્રી સરાઉન્ડ સાઉન્ડ આપે છે. વાયરલેસ ચાર્જિંગ પેડ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ તેને સેગમેન્ટમાં આગળ રાખે છે. બેઠક માટે લેધરેટ અપહોલ્સ્ટરી અને પાછળના મુસાફરો માટે સારી લેગ રૂમ અને હેડરૂમ આપવામાં આવી છે, જે તેને ફેમિલી કાર તરીકે પણ ઉત્તમ બનાવે છે.
Tata Nexon નું એન્જિન અને માઇલેજ વિકલ્પો
ટાટા નેક્સન ત્રણ અલગ-અલગ એન્જિન વિકલ્પોમાં ખરીદી શકાય છે. પહેલું એન્જિન 1.2-લિટર ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન પેટ્રોલ છે, જે 118 bhp પાવર અને 170 Nm ટોર્ક આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT અને 7-સ્પીડ DCT ગિયરબોક્સ સાથે આવે છે. બીજું એન્જિન 1.2-લિટર ટર્બો પેટ્રોલ CNG વેરિઅન્ટ છે, જે 99 bhp પાવર આપે છે અને વધુ પર્યાવરણને અનુકૂળ ડ્રાઇવિંગ વિકલ્પ છે. ત્રીજું અને સૌથી શક્તિશાળી એન્જિન 1.5-લિટર ટર્બો ડીઝલ છે, જે 113 bhp પાવર અને 260 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને AMT બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ડીઝલ વેરિઅન્ટનું માઇલેજ 24.08 kmpl સુધી છે.
GST ઘટાડા પછી, Tata Nexon હવે વધુ સસ્તી અને પહેલા કરતા વધુ સારું ડીલ બની છે. 7.32 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત, શક્તિશાળી એન્જિન વિકલ્પો અને પ્રીમિયમ સુવિધાઓ સાથે, આ SUV હવે મધ્યમ વર્ગના ગ્રાહકો માટે યોગ્ય પસંદગી છે. હાલમાં જીએસટીમાં ઘટાડા બાદ લોકો કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છે તેમને આ તહેવારો પર કાર ખરીદી કરવા પણ ઘણો મોટો લાભ થવાનો છે.
Car loan Information:
Calculate Car Loan EMI