ટાટા મોટર્સે તેના CNG પોર્ટફોલિયોને વિસ્તારતા CNG વેરિયન્ટમાં માઇક્રો SUV પંચ લોન્ચ કરી છે. ટાટા મોટર્સે તેની બહુપ્રતીક્ષિત SUV પંચ CNG આજે એટલે કે 4 ઓગસ્ટે વેચાણ માટે લોન્ચ કરી છે. આ SUVને કુલ 5 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કારની કિંમત 7.10 લાખ રૂપિયાથી લઇને 9.68 લાખ રૂપિયાની(એક્સ-શોરૂમ) વચ્ચે રાખવામા આવી છે.


રસપ્રદ વાત એ છે કે આ કિંમત SUVની નજીકની હરીફ હ્યુન્ડાઈ એક્સ્ટરના CNG વેરિયન્ટ કરતાં ઘણી ઓછી છે, જેની કિંમત રૂ. 8.24 લાખથી શરૂ થાય છે. પંચ CNG ત્રણ ટ્રિમમાં ઉપલબ્ધ છે – પ્યોર, એડવેન્ચર અને એક્મિપ્લશ્ડ - દરેક ટ્રીમને તેનું પોતાનું વ્યક્તિગત વૈકલ્પિક પેકેજ મળે છે જે નિયમિત એટલે કે પેટ્રોલ પંચ સાથે ઓફર કરવામાં આવે છે. જો કે, ટોપ-સ્પેક ટાટા ક્રિએટિવ ટ્રીમમાં CNG વિકલ્પ ઉપલબ્ધ નથી.


CNG પંચ લોન્ચ કરાઇ


ટાટા મોટર્સે  માઇક્રો એસયુવી પંચને સીએનજી સાથે ભારતીય બજારમાં લોન્ચ કરી દેવામાં છે. કંપની દ્વારા આ SUVમાં ઘણા ફીચર્સ અને બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. આ સાથે તેને એક કરતા વધુ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.


શું છે ફીચર્સ?


ટાટા મોટર્સના પંચ સીએનજીમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અલ્ટ્રોસની જેમ ડ્યુઅલ CNG સિલિન્ડર આપવામાં આવ્યા છે. જેના કારણે બુટ સ્પેસમાં વધારો થયો છે. આ સાથે વોઇસ આસિસ્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, ફ્રન્ટ સીટ આર્મરેસ્ટ, ટાઇપ સી યુએસબી ચાર્જિંગ પોર્ટ, શોર્ક ફિન એન્ટિના, ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ડીઆરએલ, 16 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, સાત ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, રેઇન સેન્સિંગ વાઈપર્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.


Tata Tiago, Tigor અને Altroz ​​પછી Tata દ્વારા રજૂ કરવામાં આવનાર આ ચોથું CNG મોડલ છે. આ સાથે ટાટાનો CNG પોર્ટફોલિયો વધુ મજબૂત બન્યો છે. CNG વેરિયન્ટ દરેક પેટ્રોલ ટ્રિમ કરતાં રૂ. 1.60 લાખ જેટલો મોંઘી છે. તેના પેટ્રોલ વેરિયન્ટની શરૂઆતી કિંમત 6 લાખ રૂપિયા છે. પંચ CNGને કંપની દ્વારા છેલ્લા ઓટો એક્સપો દરમિયાન સૌપ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવી હતી, તે તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત SUV કારમાંથી એક છે.


ટાટા પંચ CNG પાવર અને પર્ફોર્મન્સ


પંચ CNGમાં કંપનીએ એ જ 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે જે પેટ્રોલ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ એન્જિન પેટ્રોલ સાથે 86hp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. CNG મોડમાં 73.4hp પાવર અને 103Nm પીક ટોર્ક જનરેટ કરે છે અને તે માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓફર કરવામાં આવે છે. એટલે કે સીએનજી ગ્રાહકોને ઓટોમેટિકનો લાભ નહીં મળે. ટાટા મોટર્સની CNG લાઇન-અપમાંના અન્ય મોડલ્સની જેમ, PUNCH પણ CNG મોડમાં સ્ટાર્ટ કરી શકાય છે. જે સુવિધા મારુતિ અથવા હ્યુન્ડાઇ દ્વારા ઓફર કરવામાં આવતી CNG કારમાં ઉપલબ્ધ નથી


Car loan Information:

Calculate Car Loan EMI