Tata Safari EV: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને મોટી અને વધુ સ્પેસવાળી ફેમિલી કાર્સની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ગ્રાહકોની આ જ જરૂરિયાતને પહોંચી વળવા ટાટા મોટર્સ (Tata Motors) હવે એક મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. કંપની પોતાની આઇકોનિક અને લોકપ્રિય 7-સીટર SUV, સફારીને હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અવતારમાં લાવવા જઈ રહી છે. 'સફારી EV' નામથી આવનારી આ કાર ટાટાની પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક SUV હશે, જે આગામી તહેવારોની સિઝનમાં માર્કેટમાં એન્ટ્રી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Continues below advertisement

આ લૉન્ચ સાથે ટાટા મોટર્સના પોર્ટફોલિયોમાં વર્તમાન પેટ્રોલ અને ડીઝલ મોડેલની સાથે એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક વિકલ્પ પણ જોડાઈ જશે. 3-રો (ત્રણ હરોળ) વાળી ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં આ કાર સીધી જ મહિન્દ્રાની આવનારી XEV 9S ને કાંટાની ટક્કર આપશે.

કેવો હશે સફારી EV નો લુક અને ડિઝાઇન?

Continues below advertisement

જો તમને વર્તમાન સફારીનો રુઆબ ગમતો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. નવી EV નું બેઝિક સ્ટ્રક્ચર અને રસ્તા પરનો તેનો દબદબો (Road presence) વર્તમાન મોડેલ જેવો જ પાવરફુલ રહેશે. કારની લંબાઈ, પહોળાઈ, રૂફ રેલ્સ અને શાર્ક ફિન એન્ટેનામાં કોઈ ફેરફાર નહીં થાય.

જોકે, તેને એક અલગ 'EV' તરીકે ઓળખ આપવા માટે કંપનીએ કેટલાક આકર્ષક ફેરફારો કર્યા છે:

પરંપરાગત એન્જિન ગ્રીલની જગ્યાએ એરોડાયનેમિક ક્લોઝ્ડ ગ્રીલ જોવા મળશે.

ફ્રન્ટ અને રિયર બમ્પરને એકદમ નવો લુક આપવામાં આવ્યો છે.

ટેલલાઈટ્સની ડિઝાઇનમાં પણ આધુનિક ફેરફાર જોવા મળશે.

હવાનું દબાણ ઘટાડીને કારની રેન્જ વધારવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા એલોય વ્હીલ્સ મળશે.

કારની ચારે તરફ આકર્ષક EV બેજિંગ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી

અંદરથી મળશે હાઈ-ટેક અને પ્રીમિયમ અહેસાસ

કેબિનની વાત કરીએ તો સફારી EV તમને ભવિષ્યની કારમાં બેઠા હોવાનો અહેસાસ કરાવશે. ટાટા આ ઇન્ટીરિયરને રેગ્યુલર સફારી કરતાં ઘણું વધારે પ્રીમિયમ બનાવી રહી છે. આમાં એકદમ નવું '3-સ્ક્રીન સેટઅપ' જોવા મળી શકે છે. જેમાં ડ્રાઇવર માટે ડીજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેન્ટરમાં એક મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને આગળ બેસનાર પેસેન્જરના મનોરંજન માટે એક અલગ ડેડિકેટેડ સ્ક્રીન આપવામાં આવશે. આ સેટઅપ કારને એક અત્યાધુનિક લુક આપશે.

ફેમિલી માટે બેસ્ટ: 6 અને 7-સીટરના વિકલ્પો

મોટા પરિવારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપની નવી સફારી EV ને 6-સીટર અને 7-સીટર એમ બંને કન્ફિગરેશનમાં લોન્ચ કરશે. 6-સીટર મોડેલમાં બીજી હરોળમાં આરામદાયક કેપ્ટન સીટ્સ (Captain Seats) મળશે, જ્યારે 7-સીટરમાં પરંપરાગત બેઠક વ્યવસ્થા હશે.

ટોપ ક્લાસ ફિચર્સ:

સાંકડી જગ્યાઓમાં કાર પાર્ક કરવા માટે 540-ડિગ્રી કેમેરા સિસ્ટમ.

વેન્ટિલેટેડ સીટ્સ અને મોટું પેનોરેમિક સનરૂફ.

શાનદાર ઑડિઓ એક્સપિરિયન્સ માટે Dolby Atmos સાઉન્ડ સિસ્ટમ.

સુરક્ષા માટે ટોપ વેરિઅન્ટ્સમાં લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) મળશે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે.

આ પણ વાંચોઃ ₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI

બેટરી અને રેન્જ: સિંગલ ચાર્જમાં 600 KM ની સફર!

નવી સફારી EV ટાટાના લેટેસ્ટ Acti.EV+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. આ પ્લેટફોર્મ ખાસ કરીને ડ્રાઇવિંગ ડાયનેમિક્સ, રેન્જ અને સેફ્ટી વધારવા માટે ડિઝાઇન કરાયું છે.

રિપોર્ટ્સનું માનીએ તો, આ SUV માં ગ્રાહકોને 65kWh અને 75kWh ના બેટરી પેક વિકલ્પો મળી શકે છે. પરંતુ જે ગ્રાહકોને લોંગ ડ્રાઈવનો શોખ છે તેમના માટે કંપની 80kWh નું મસમોટું બેટરી પેક પણ ઓફર કરી શકે છે. જો આવું થશે, તો આ ટાટાની કોઈપણ કારમાં અત્યાર સુધી વપરાયેલું સૌથી મોટું બેટરી પેક હશે. આ દમદાર બેટરીને કારણે સફારી EV સિંગલ ચાર્જમાં 600 કિલોમીટર સુધીની અદભુત રેન્જ આપી શકે છે.

ભારતીય માર્કેટમાં 3-રો ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં સફારી EV ની સીધી ટક્કર Mahindra XEV 9S સાથે થશે. મહિન્દ્રાની આ કારને તેના ફિચર્સ અને આક્રમક કિંમતના કારણે અત્યારથી જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ટાટા પોતાની આ ફ્લેગશિપ EV ની કિંમત કેટલી આકર્ષક રાખે છે.


Car loan Information:

Calculate Car Loan EMI