Tata Sierra EV launch date: ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ઝંઝટમાંથી બચવા લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે. આ જ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સ તેની બહુચર્ચિત ઈલેક્ટ્રિક SUV, 'ટાટા સીએરા EV' (Tata Sierra EV) આવનારી 30 જૂને લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ આઇકોનિક કારને નવી ડિઝાઇન, લેટેસ્ટ ટેકનોલોજી અને પાવરફુલ બેટરી સાથે ફરીથી માર્કેટમાં ઉતારી રહી છે. આ કાર 600 કિલોમીટરની રેન્જ અને એડવાન્સ સેફ્ટી ફિચર્સ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે બિલકુલ તૈયાર છે.
સિંગલ ચાર્જમાં 600 km ની જબરદસ્ત રેન્જ
નવી સીએરા EVની સૌથી મોટી ખાસિયત તેની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ છે. આ SUV ફુલ ચાર્જ પર 600 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. એટલે કે, એકવાર બેટરી ચાર્જ કર્યા પછી લાંબા અંતરની મુસાફરીમાં વારંવાર ચાર્જિંગ સ્ટેશન શોધવાની પળોજણમાંથી મુક્તિ મળશે. જે લોકો હાઈવે પર કે લાંબા અંતરે વધુ મુસાફરી કરે છે, તેમના માટે આ કાર એક બેસ્ટ અને ટેન્શન-ફ્રી ઓપ્શન સાબિત થઈ શકે છે.
આકર્ષક ડિઝાઇન અને આધુનિક ફિચર્સ
ડિઝાઇન અને ફિચર્સની વાત કરીએ તો, નવી સીએરા EV ટાટાના આધુનિક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કંપનીએ તેને માત્ર શહેરના રસ્તાઓ માટે જ નહીં, પણ ઓફ-રોડિંગ માટે પણ ડિઝાઇન કરી છે. તેમાં QWD (ક્વાડ વ્હીલ ડ્રાઇવ) ટેકનોલોજી જોવા મળી શકે છે, જે ડુંગરાળ, ખાડા-ખૈયાવાળા રસ્તાઓ અને વરસાદમાં કારની પકડ વધુ મજબૂત બનાવશે. કારનો લુક એકદમ શાનદાર છે. તેમાં પહોળી LED લાઇટ બાર, સ્ટાઇલિશ હેડલેમ્પ્સ અને મજબૂત SUV જેવી ડિઝાઇન આપવામાં આવી છે. જોકે, જૂની સીએરાની યાદો તાજી રાખવા માટે કંપનીએ તેમાં જૂની ડિઝાઇનના કેટલાક એલિમેન્ટ્સ પણ જાળવી રાખ્યા છે.
આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ જરૂરી નથી? જાણો સરકારના આ નવા નિયમો
સેફ્ટીમાં પણ નંબર વન
ટાટાની કાર હોય એટલે સેફ્ટીમાં તો કોઈ બાંધછોડ હોય જ નહીં. સીએરા EV પણ સેફ્ટીના મામલે કોઈ કસર નહીં છોડે. તેમાં મલ્ટિપલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક ટેકનોલોજી આપવામાં આવશે. ADAS એક એવી સ્માર્ટ ટેકનોલોજી છે, જે રસ્તા પર ડ્રાઇવરને જોખમો વિશે અગાઉથી એલર્ટ કરશે અને અકસ્માતોને રોકવામાં મોટી મદદ કરશે.
કિંમત અને કોની સાથે થશે મુકાબલો?
કિંમતની વાત કરીએ તો, ટાટા સીએરા EVની શરૂઆતી કિંમત લગભગ 25 લાખ રૂપિયા આસપાસ હોવાની શક્યતા છે. આ પ્રાઇસ રેન્જ અને ધાંસૂ ફિચર્સ સાથે સીએરા EV બજારમાં પહેલેથી હાજર અને આવનારી કાર્સ જેવી કે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક, મારુતિ ઇ-વિટારા, MG ZS EV અને મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક SUV ને જોરદાર ટક્કર આપશે.
આ પણ વાંચોઃ 100% ઇથેનોલ ઇંધણથી ગાડીમાં કેટલી માઇલેજ મળશે? પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ કે ઓછી?
Car loan Information:
Calculate Car Loan EMI