Tata Sierra Review, Features and Expected Price: દેશની રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલા ભારત મોબિલિટી ગ્લૉબલ એક્સ્પૉ 2025માં ઓટોમોબાઈલ લવર્સ માટે નવા વાહનો રજૂ કરવામાં આવી રહ્યા છે. 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓટો એક્સ્પૉનું ઉદઘાટન કર્યું, જ્યાં ઘણી કાર કંપનીઓએ તેમની નવી કાર લૉન્ચ કરી છે.


આમાંથી એક ટાટા સિએરા હતી, જેની એક ઝલક બધાનું ધ્યાન ખેંચી રહી છે. ટાટાના ચાહકો આ કારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક વ્યક્તિ તેના ફર્સ્ટ લૂક રિવ્યૂ, ફિચર્સ અને કિંમત જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Tata Sierra ની ડિઝાઇનમાં શું છે ખાસ ? 
ઓટો એક્સ્પૉ 2025 માં ટાટા સીએરાના લૉન્ચે ઘણી હેડલાઇન્સ બનાવી. આ કાર જૂના ટાટા સિએરા મૉડેલનું નવું વર્ઝન છે, જે ICE એન્જિન સાથે આવે છે. તેની ડિઝાઇન થોડી બૉક્સી છે, પરંતુ તેમાં કેટલાક નવા ફેરફારો કરવામાં આવ્યા છે.


ગ્રિલને થોડી ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં ફ્લશ ડોર હેન્ડલ્સ અને સ્લિમ LED હેડલાઇટ જેવા ફિચર્સ છે. આ ઉપરાંત 19-ઇંચના એલૉય વ્હીલ્સ અને સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને વધુ આકર્ષક બનાવે છે. ટાટા સિએરાની રેપરાઉન્ડ ડિઝાઇન અને ચમકીલો પીળો રંગ ખાસ જોવા લાયક છે.


ટાટા સિએરામાં છે બેસ્ટ ફિચર્સ 
ટાટા સિએરાની અંદર એક મોટું સેન્ટ્રલ યૂનિટ અને ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર તેમજ ત્રીજી સ્ક્રીન છે. આ 5 સીટર કાર બૉક્સી રૂફલાઇનને કારણે ઘણી જગ્યા આપે છે. તેના ટોચના વર્ઝનમાં લાઉન્જ સીટિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં પેનૉરેમિક સનરૂફ, ADAS લેવલ 2, 6 એરબેગ્સ અને 360 ડિગ્રી કેમેરા જેવા અદ્યતન ફિચર્સ પણ હશે.


ટાટા સિએરા એન્જિન 
ટાટા સિએરામાં 1.5-લિટર ટર્બો પેટ્રૉલ એન્જિન હશે જે 170PS પાવર ઉત્પન્ન કરે છે અને 2.0-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ હશે. તેમાં ઓટોમેટિક અને મેન્યૂઅલ ટ્રાન્સમિશન બંને વિકલ્પો ઉપલબ્ધ હશે. આ ઉપરાંત EV વર્ઝનમાં ડ્યૂઅલ મૉટર અને AWD (ઓલ વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ પણ હશે.


તમે ટાટા સિએરાને કેટલામાં ખરીદી શકો છો ? 
ટાટા સિએરાની કિંમત 10-15 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે અને તેના ટોપ વર્ઝનની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે. તેનું લૉન્ચિંગ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. આ કાર ટાટા કર્વ અને હેરિયર વચ્ચે મૂકવામાં આવશે.


આ પણ વાંચો


Auto Expo 2025: ઓટો એક્સપોમાં લોન્ચ થઈ Hyundai CRETA EV,જાણો કિંમત અને ફીચર્સ વિશે


 


Car loan Information:

Calculate Car Loan EMI