2023 Tata Safari: ટાટા સફારી ફેસલિફ્ટ અને હેરિયર ફેસલિફ્ટનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ કાર ભૂતકાળમાં પણ ઘણી વખત જોવામાં આવી છે. આ બંને SUV તહેવારોની સીઝનની આસપાસ લોન્ચ થઈ શકે છે. તેની ડિઝાઇનમાં મોટાભાગના ફેરફારો કર્વ કોન્સેપ્ટ એસયુવીથી પ્રેરિત હશે. આ બંને SUV અંદર અને બહાર બંને રીતે વધુ પ્રીમિયમ હશે. ટાટા મોટર્સે કેટલાક ફંક્શનલ ફીચર્સ જેમ કે  ટચ અને ટૉગલ ક્લાઈમેટ કંટ્રોલ પેનલને પણ  પેટન્ટ કરાવી છે. 


નવા એલોય વ્હીલ્સ મળશે


Tata Safari ફેસલિફ્ટમાં નવા 18 ઇંચના એલોય વ્હીલ્સ મળશે. 5-સ્પોક ડિઝાઇન સાથે સ્પોર્ટ કરવામાં આવે છે જેમાં સ્પોકની વચ્ચે સ્લિટ્સ સાથે ફ્લોઈંગ પેટર્ન  છે. તેઓ ખૂબ જ સ્ટાઇલિશ દેખાય છે.   જે મોડલ તાજેતરમાં ટેસ્ટિંગમાં જોવા મળ્યું હતું તે આ નવા એલોય વ્હીલ્સ સાથે જોવામાં આવ્યું હતું. આ નવા વ્હીલ્સની ડિઝાઇન સેલ્ટોસ પર જોવા મળતા એલોય વ્હીલ્સ જેવી જ છે, તે ડ્યુઅલ-ટોન ફિનિશ અને ઓલ-બ્લેક ફિનિશ સાથે આવશે.


ડિઝાઇન કેવી હશે


ટેસ્ટીંગ મોડ્યુલની અગાઉની તસવીરોમાં ફૂલર અને એરોડાયનેમિક એલોય વ્હીલ્સ જોવા મળ્યા હતા, જે કદાચ સફારી EV સાથે આપવામાં આવશે. ટાટા સફારી ફેસલિફ્ટ અને હેરિયર ફેસલિફ્ટને વર્ટિકલ હેડલાઇટ્સ સાથે નવી ફેસિયા ડિઝાઇન જોવા  મળશે. આ ઉપરાંત  તેને ફરીથી ડિઝાઇન કરેલ બમ્પર, વિશાળ LED DRL અને નવા ટાટા લોગો સાથે સેન્ટ્રેલ કન્સોલ મળશે.


પાવરટ્રેન


Safari ફેસલિફ્ટમાં નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. આ સાથે તેના ઈન્ટીરીયરમાં પણ ઘણા મોટા અપગ્રેડ થવાની સંભાવના છે. નવા મોડલ સાથે ઘણી નવી સ્પેશિયલ એડિશન જોવા મળી શકે છે. તેમાં ADAS, 360-ડિગ્રી કેમેરા, ફ્રન્ટ અને રીઅર સીટ વેન્ટિલેશન, લેધર અપહોલ્સ્ટરી, રીઅર-સીટ એન્ટરટેઈનમેન્ટ પેકેજ, પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓ મળવાની સંભાવના છે. આ ઉપરાંત  તે વર્તમાન 2.0L ટર્બો ડીઝલ એન્જિન મેળવવાનું ચાલુ રાખશે, જે 168bhp/350 Nm આઉટપુટ જનરેટ કરે છે. આ ઉપરાંત તેને 170 bhp/280 Nm આઉટપુટ સાથે નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.  


Mahindra XUV700 સાથે આ કારનો મુકાબલો થશે 


નવી સફારી મહિન્દ્રાની XUV 700 SUV સાથે સ્પર્ધા કરશે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે.


Car loan Information:

Calculate Car Loan EMI