Mahindra Announces Price Hike from January 2025: જો તમે મહિન્દ્રા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કંપની ટૂંક સમયમાં જ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ. કારણ કે કંપની ટૂંક સમયમાં તેની કારની કિંમતો વધારી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિન્દ્રા સમગ્ર રેન્જમાં લગભગ 3 ટકાનો વધારો કરી શકે છે.
મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, કિંમતોમાં આ વધારો ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે. નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025થી, હ્યુન્ડાઈ, ઓડી, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી ઘણી કાર ઉત્પાદક કંપનીઓએ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ હવે મહિન્દ્રાએ આ પ્રસંગે તેની તમામ મોડલ રેન્જની કિંમતોમાં 3 ટકા સુધીનો વધારો કર્યો છે.
ભાવવધારા પાછળનું કારણ શું?
કંપનીનું કહેવું છે કે, ભાવવધારા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી છે. કંપની આગામી મહિનાઓમાં XEV 7e, BE.07, BE.09 અને XUV 400 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપની EV રેન્જમાં પણ વધારો કરે તેવી અપેક્ષા છે.
મહિન્દ્રા કંપનીની કારને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ છે. જો આપણે ગયા મહિને એટલે કે નવેમ્બર 2024 ના વેચાણ અહેવાલની વાત કરીએ તો, આ મહિને કંપનીની સ્કોર્પિયો શ્રેણી, થાર શ્રેણી, XUV 3XO અને XUV 700 ના વેચાણમાં વાર્ષિક વધારો થયો છે. કંપનીની ગાડીઓ સારી રીતે વેચાય છે, જેમાંથી ચાર મોડલ લોકોને સૌથી વધુ પસંદ આવી રહ્યાં છે.
આ કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી એસયુવી સ્કોર્પિયો શ્રેણીમાં એન અને ક્લાસિકનો સમાવેશ થાય છે. ગયા મહિને આ કારોના 12 હજાર 704 યુનિટ વેચાયા હતા, જે વાર્ષિક 4 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય Mahindra XUV700, Mahindra Thar-Thar Rocks અને Mahindra XUV3XO પણ સારી રીતે વેચાય છે.
આ પણ વાંચો
Toyotaની Innova Hycrossમાં 17 હજાર રૂપિયા વધ્યા, જાણો હવે ખરીદવાથી ફાયદો કે નુકસાન ?
Car loan Information:
Calculate Car Loan EMI