ઑટોમેટિક કારોની વધતી માંગને જોતા હવે માર્કેટમાં સસ્તી કારોમાં પણ ઑટોમેટિક મૉડલ્સ આવવા લાગ્યા છે. ઑટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સમાં ઓટોમેટિક સુવિધા આપી રહી છે. આ કારોમાં તમને મળશે શાનદાર ફિચર્સ અને તેને ડ્રાઈવિંગ કરવું પણ સરળ રહશે. ત્યારે જાણો એવી જ કેટલીક સસ્તી ઓટોમેટિક કારો વિશે જે તમારા બજેટમાં હશે.


Maruti Suzuki Celerio

મારુતિની કારોને ભારતીય બજારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અનેક કાર ઓછી રેન્જમાં પણ તમને ઑટોમેટિક ફીચર મળી જશે. તેમાં મારુતિ સુઝુકીની સિલેરિયોની ખૂબજ ડિમાન્ડ છે. Maruti Suzuki Celerioમાં 998ccનું ત્રણ સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે. જે 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 5,13,138 રૂપિયા છે.

Maruti Suzuki Alto

મારુતિની સસ્તી અને ટિકાઉ કારમાં એક ઑલ્ટોનું નામ પણ આવે છે. ઑલ્ટોમાં હવે તમને ઑટોમેટિક વર્ઝન પણ મળી જશે. આ કારના એન્જીન અને પાવરની વાત કરીએ તો મારુતિ સુઝુકી ઓલ્ટોના 10માં998 સીસી એન્જીન આપવામાં આવ્યું છે. 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 4,43,559 રૂપિયા છે.

Hyundai Santro

Hyundaiની કારને લોકો લાંબા સમયથી પસંદ કરતા આવ્યા છે. Hyundai Santroમાં 1.1 લીટરનું ત્રણ સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે, જે 69 પીએસની પાવર અને 101 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 5,25,990 રૂપિયા છે.
Renault Kwid RXL Easy-R

રિનોલ્ટ ક્વિડના ફીચર્સની વાત કરીએ તો Renault Kwid RXL AMTમાં પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ પાવર વિન્ડો, એર કન્ડીશનર, યૂએસબી સાથે સિંગલ- DIN મ્યૂઝિક સિસ્ટમ જેવી સુવિધા આપવામાં આવી છે. આ કારમાં તમને 1.0 લીટર, 999 ccનું ટ્રિપલ સિલેન્ડર એન્જીન મળશે જે 67 bhpની મેક્સિમમ પાવર અને 91 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે Easy-R AMT 5 સ્પીડ ઑટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યો છે. તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનું પણ ઓપ્શન અવેલેબલ છે. કારની એક્સ શોરૂમ કિંમત 4.54 લાખ રૂપિયા છે.



Car loan Information:

Calculate Car Loan EMI