નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વર્ષ 2020 માં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. અનેક કંપનીઓ મહામારીના કારણે ભારતીય બજારમાં પોતાની કાર લોનન્ચ કરી શકી ન હતી. હવે ધીરે ધીરે ઓટોમોબાઈલ ઉદ્યોગ ફરીથી પાટા પર આવી રહ્યો છે. ત્યારે આજે તમે આવી જ કેટલીક કારો વિશે જણાવી રહ્યા છો, જેની કિંમત 20 લાખ રૂપિયા છે. આ કાર એડવાન્સ ટેકનીક અને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે.
Hyundai Creta
હ્યુન્ડાઇ (Hyundai)ની આ 5 સીટર કાર શાનદાર છે. આ કારમાં 1497 CCનું દમદાર એન્જીન આપવામાં આવ્યું છે. આ કાર પ્રતિ લિટર 16 કિલોમીટરનું માઇલેજ આપી શકે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10 થી 17 લાખ રૂપિયા છે. તે માર્કેટમાં અનેક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
Kia Seltos
કિયા (Kia)ની આ કારને શ્રેષ્ઠ ડિઝાઇન સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ 5 સીટર કારમાં 1493 CCનું એન્જિન આપવામાં છે. આ કાર પ્રતિ લિટર 20 કિલોમીટરનું માઇલેજ આપી શકે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10 થી 17 લાખ રૂપિયા છે.
Mahindra Scorpio
દેશમાં મહિન્દ્રાની સ્કોર્પિયો (Mahindra Scorpio) કારને વધુ પસંદ કરવામાં આવે છે. આ કારનો ઘણો ક્રેઝ ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી જોઇ શકાય છે. આ કાર 7 સીટરની છે અને તેમાં 2179 CCનું શ્રેષ્ઠ એન્જીન છે. આ કાર માર્કેટમાં ઘણા કલર વેરિઅન્ટ્સ સાથે ઉપલબ્ધ છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 11 થી 17 લાખ રૂપિયા સુધી છે.
MG Hector
એમજી હેક્ટર (MG Hector) કાર એડવાન્સ્ડ ટેક્નોલોજી પર આધારીત છે અને ઘણા સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. કારનું ઈન્ટીરિયર અને ડિઝાઇન ખૂબ જ શાનદાર છે. આ 5 સીટર કારમાં 1956 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારની કિંમત 12 થી 18 લાખ રૂપિયા છે.
Car loan Information:
Calculate Car Loan EMI