Electric Car: અમેરિકન ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ કંપની ફિસ્કર ભારતમાં ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. કંપની હૈદરાબાદને તેનું હેડક્વાર્ટર બનાવવા માટે તૈયાર છે. આ સાથે, ફિસ્કર સ્થાનિક સ્તરે પિયર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને વેચાણ કરવાની પણ યોજના ધરાવે છે. કંપનીનો હેતુ ભારતમાં EVsના સોફ્ટવેર અને વર્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે પ્લાન્ટ સ્થાપવાનો છે.


મુખ્યત્વે આ પ્લાન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ, મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ વ્હીકલ ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હૈદરાબાદમાં કંપનીનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા (યુએસએ)માં ફિસ્કર એન્જિનિયરો સાથે સીધું કામ કરશે. ફિસ્કરને ભારતમાં ફિસ્કર સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામ આપવામાં આવશે.


ફિસ્કરના ભારતમાં 450 કર્મચારીઓ છે અને તે વધારાના 200 કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયામાં છે. કંપનીના CEO હેનરિક ફિસ્કરે કહ્યું, "અમે ભારતમાં એક વ્યૂહરચના સાથે વિસ્તરણ કરવા જઈ રહ્યા છીએ. તેથી જ અમે સ્થાનિક ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં ટીમ હૈદરાબાદમાં તૈયાર થઈ જશે."


પ્રોડકશન પહેલા જ વિશ્વભરમાં 40 હજારથી વધુ બુકિંગ મળ્યા


હેનરિક ફિસ્કરે ઉમેર્યું હતું કે, "ભારતીય પ્રતિભા અહીં ફિસ્કર ઓશન અને ફિસ્કર પિયર શરૂ કરવામાં અમને ટેકો આપશે." ફિસ્કર આ નવેમ્બરથી તેની ફ્લેગશિપ ઓશન ઇલેક્ટ્રિક એસયુવીનું પ્રોડક્શન શરૂ કરી શકે છે. આ કારને પ્રોડક્શન પહેલા જ વિશ્વભરમાં 40,000 થી વધુ બુકિંગ મળી ચુક્યા છે.


કેવા હોઈ શકે છે ફીચર્સ


ધ ઓશન ફિસ્કરની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી બનવાની છે, જેનું ઉત્પાદન ઓસ્ટ્રિયામાં કંપનીના પ્લાન્ટમાં થશે. માનવામાં આવે છે કે ઓશન એસયુવી ત્રણ ટ્રિમમાં ટુ-વ્હીલ ડ્રાઇવ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ વિવિધ વેરિયન્ટ્સમાં આવે છે. ફ્રન્ટ-વ્હીલ-ડ્રાઈવ ઓશન સ્પોર્ટ 275hp પાવર અને 403 કિલોમીટરની રેન્જ સાથે એન્ટ્રી-લેવલ ટ્રીમ હોઈ શકે છે.


કંપનીનો દાવો છે કે Ocean SUVનું એન્ટ્રી લેવલ મોડલ 6.9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકશે. તે જ સમયે, તેની સૌથી ઝડપી ટ્રીમ માત્ર 3.6 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરવામાં સક્ષમ હશે.


Car loan Information:

Calculate Car Loan EMI