મુંબઇઃ લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઇ ઇન્ડિયન્સને હાર આપી હતી. કેએલ રાહુલની કેપ્ટનશીપમા લખનઉએ આ સીઝનમાં ચાર જીત મેળવી છે. આક્રમક અણનમ સદીની મદદથી કેએલ રાહુલ જીતનો હીરો તો બન્યો પરંતુ તેને દંડ પણ થયો હતો.વેબસાઇટ અનુસાર, લખનઉ સુપર જાયન્ટ્સ પર સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનઉની ટીમે નક્કી કરતા વધુ સમયમાં 20 ઓવર પુરી કરી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ સાથે પ્રથમવાર આ પ્રકારની ઘટના બની છે. એવામાં નિયમ અનુસાર ટીમના કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કેએલ રાહુલ અગાઉ આ આઇપીએલમાં રોહિત શર્મા સહિત અન્ય કેટલીક ટીમોના કેપ્ટન પર દંડ ફટકારવામાં આવ્યો છે.
મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરી હતી અને 199નો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં સદી ફટકારી હતી. જેના જવાબમાં મુંબઇની ટીમ 181 રન જ ફટકારી શકી હતી. મુંબઇ ઇન્ડિયની આ સીઝનમાં સતત છઠ્ઠી હાર હતી. IPL 2022માં મુંબઈ અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી, તેથી ટીમનું ખાતું પણ નથી ખુલ્યું અને મુંબઇ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે.
મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં કેપ્ટન કેએલ રાહુલે 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 103 રન બનાવ્યા હતા.
આ સાથે કેએલ રાહુલના નામે આઈપીએલમાં મોટો રેકોર્ડ નોંધાયો છે. તે આઈપીએલમાં ઓપનર તરીકે બે સદી ફટકારનારો બીજો ખેલાડી બન્યો છે.
Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો