આ છે Tata Nexon EV MAX નો EMI પ્લાન, જાણો ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ કેટલું છે....

કાર 40.5 kWh બેટરી પેક સાથે આવે છે જે 437 કિમીની ARAI-પ્રમાણિત રેન્જ ઓફર કરે છે, અને તેની ઇલેક્ટ્રિક મોટર 143 PS પાવર અને 250 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

Continues below advertisement

ટાટા મોટર્સે તાજેતરમાં ભારતીય બજારમાં લોંગ-રેન્જ Nexon EV MAX લોન્ચ કરી છે, જે પ્રમાણભૂત Nexon EV રેન્જમાં ટોચની છે અને તેમાં ઘણી નવી સુવિધાઓ, વધુ રેન્જ સાથેનું મોટું બેટરી પેક અને વધુ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર છે. તે 40.5 kWh બેટરી પેક સાથે આવે છે જે 437 કિમીની ARAI-પ્રમાણિત રેન્જ ઓફર કરે છે, અને તેની ઇલેક્ટ્રિક મોટર 143 PS પાવર અને 250 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

Continues below advertisement

શું તમે એકદમ નવી Tata Nexon EV MAX ખરીદવાની યોજના બનાવી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે ઇલેક્ટ્રિક SUV માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? અહીં Tata EV ની વેરિઅન્ટ મુજબની ઓન-રોડ (દિલ્હી) કિંમત અને સરેરાશ કાર્યકાળ, વ્યાજ દર, તેમજ ડાઉન પેમેન્ટને ધ્યાનમાં લેતા લઘુત્તમ હપ્તાની રકમ છે.

કંપનીએ તેના 4 મોડલ લોન્ચ કર્યા છે. અહીં દર્શાવેલ તમામ EMI 9.8 ટકાના વ્યાજ દરે છે. જો વ્યાજનો દર ઓછો કે વધશે તો હપ્તો વધુ કે ઓછો થઈ શકે છે.

  • Tata Nexon EV Max XZ+ 3.3 kW ની કિંમત 18,65,577 રૂપિયા છે. આ માટે 1,75,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ પછી 5 વર્ષ માટે 35754 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
  • XZ+7.2 kW AC ફાસ્ટ ચાર્જરની કિંમત 19,17,866 રૂપિયા છે. આ માટે 1,90,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ પછી 5 વર્ષ માટે 36542 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
  • XZ+ Lux3.3 kWની કિંમત રૂ. 19,70,154 છે. આ માટે 1,95,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ પછી 5 વર્ષ માટે 37542 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
  • XZ+ Lux7.2 kW AC ફાસ્ટ ચાર્જરની કિંમત 20,22,443 રૂપિયા છે. આ માટે 2,00,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ પછી 5 વર્ષ માટે 38542 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ

SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે

Continues below advertisement
Sponsored Links by Taboola