ભારતમાં રોડ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધારે છે. આ કારણોસર, સરકારે ભારત NCAP શરૂ કર્યું, જેથી કારની સલામતી તપાસી શકાય અને સેફ્ટી રેટિંગ આપી શકાય. તાજેતરમાં ભારત NCAP એ 2025 ની સૌથી સલામત કારોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં 5 કારને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. સારી વાત એ છે કે તેમાં મારુતિ ડિઝાયર જેવી લોકપ્રિય કાર પણ સામલ છે. ચાલો જાણીએ કે આ યાદીમાં કઈ કારનો સમાવેશ થાય છે.
Toyota Innova Hycross
ટોયોટા ઇનોવા હાઇક્રોસ ભારતમાં એક લોકપ્રિય MPV છે, જેને ભારત NCAP દ્વારા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં 6 એરબેગ્સ, ડાયનેમિક રડાર ક્રુઝ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (VSC), ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ અને ફ્રન્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર્સ જેવી ઘણી અદ્યતન સેફ્ટી સુવિધાઓ શામેલ છે.
Tata Harrier EV
ટાટા હેરિયર EV ને ભારતમાં સૌથી સુરક્ષિત ઇલેક્ટ્રિક SUV માંની એક માનવામાં આવે છે. તેને Adult Safety માટે 32 માંથી 32 અને Child Safety માટે 49 માંથી 45 સ્કોર મળ્યા છે. તેની સલામતી સુવિધાઓમાં 7 એરબેગ્સ, લેવલ 2 ADAS, 540° ક્લિયર વ્યૂ, 360° 3D કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), SOS કોલ ફંક્શન અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) શામેલ છે.
Maruti Suzuki Dzire
મારુતિ સુઝુકી ડિઝાયર ભારતની પહેલી સેડાન બની છે જેને ભારત NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કાર વર્ષોથી દેશમાં સૌથી વધુ વેચાતી સેડાન પણ રહી છે. તેના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ છે અને તેમાં ESP+, હિલ હોલ્ડ આસિસ્ટ, 360° કેમેરા, ABS+EBD અને TPMS જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
Kia Syros
કિયા સાઈરોસ એક નવી SUV છે જેને ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેને Adult Safety માટે 30.21/32 અને Child Safety માટે 44.42/49 સ્કોર મળ્યો છે. તેને લેવલ 2 ADAS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC),વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM) અને 20 થી વધુ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ મળે છે.
Skoda Kylaq
સ્કોડા કાઈલાકને પણ ભારત NCAP દ્વારા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ આપવામાં આવ્યું છે. તેને એડલ્ટ પ્રોટેક્શમાં 30.88 પોઈન્ટ અને Child Safety 45 પોઈન્ટ મળ્યા છે. તેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, રોલ-ઓવર પ્રોટેક્શન, હિલ હોલ્ડ કંટ્રોલ અને મલ્ટી-કોલિઝન બ્રેકિંગ જેવી કુલ 25 એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સનો સમાવેશ થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI