Electric Scooter: ઇલેક્ટ્રિક વાહનોમાં લોકોની દિલચસ્પી દિવસે દિવસે વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે, જો તમે પણ એક સારા ઇ-સ્કૂટરની ખરીદી કરવાનુ વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ કામના સમાચાર છે. કેમ કે દિવાળીની સિઝનમાં ઓલા કંપની ખાસ ઇ-સ્કૂટર લઇને આવી રહી છે, જેની કિંમત પણ બજેટમાં હશે. આમાં ઓલા ઇલેક્ટ્રિક- Ola Electric હાલમાં ટૉપ પૉઝિશન પર છે, જ્યારે ઓકિનોવા- Okinawa બીજા અને હીરો ઇલેક્ટ્રિક - Hero Electric ત્રીજા નંબર પર છે. 


ઓલા કંપનીના સીઇઓ એ એક ટ્વીટ કર્યુ છે, તેમને જાહેરાત કરી છે કે, 22 તારીખના રોજ ઓલા એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે. આ વિશે વધુ માહિતી આપતા કંપનીએ એમ પણ કહ્યું હતું કે આ બિલકુલ નવું પ્રોડક્ટ હશે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓલા એક નવું અને સસ્તું સ્કૂટર લોન્ચ કરી શકે છે જેની કિંમત 80 હજાર જેટલી હશે. 


Ola ના સીઇઓ ભાવીશ અગ્રવાલે તેના ટ્વિટરમાં પોસ્ટ લખી હતી કે, 'અમારું દિવાળી ઇવેંટ 22 ઓકટોબરના થશે. ઓલા તરફથી આ સૌથી મોટી ઘોષણામાંથી એક હશે. જલ્દી મળીએ.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની એક નવા સ્કૂટરમાં Ola S1 જેવુ ફીચર્સ આપવાની કોશિશ કરશે પણ તેનું બેટરી પેક નાનું દેવામાં આવશે.' 




Ola S1ના ફીચર્સ અને કિંમત 
જણાવી દઈએ કે આ વર્ષે જ 15 ઓગસ્ટના રોજ OLA S1 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું હતું અને તેની એક્સ શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે. Ola S1 માં 2.98kWh બેટરી પેક મળે છે અને તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની છે. કંપનીની માનીએ તો Ola S1 ફૂલ સિંગલ ચાર્જ પર 141 કિમીની રેન્જ આપે છે. જણાવી દઈએ કે Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર જોવામાં S1 Pro જેવું જ લાગે છે. જો કે S1 Pro માં  3.9kWh નું બેટરી પેક મળે છે અને તેની કિંમત 1,39,999 રૂપિયા છે. 




Car loan Information:

Calculate Car Loan EMI