Upcoming Sedans: બે નવી સેડાન ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે અને બંનેનો ટાર્ગેટ એક જ સેગમેન્ટ છે. સ્કોડા સ્લાવિયા  (Skoda Slavia)  અને ટોયોટા બેલ્ટા (Toyota Belta) બંને મિડ સાઇઝ પ્રીમિયમ સેડાન છે. જે હોન્ડા સિટી, હ્યુન્ડાઈ વરના અને મારુતિ સિયાઝ જેવી બજારમાં ઉપલબ્ધ સેડાનના લિસ્ટને વધારે લાંબુ કરશે.


Slavia  સ્પષ્ટ રીતે બેલ્ટાથી લાંબી અને પહોંળી છે અને તેને ડાયમેંશન સાથે સરળતાથી જોઈ શાકાય છે. Slavia ની લંબાઈ 4541 મિમી છે, જ્યારે સિયાઝની લંબાઈ 4490 મિમી છે.


 Slavia 1752 મિમી પહોળી છે, જ્યારે સિયાઝ 1730 મિમી પહોંળી છે. બંને કારમાં 16 ઈંચના વ્હીલ છે. પરંતુ Slaviaની ડિઝાઇન વધારે પ્રીમિયમ હોવાની સાથે બેલ્ટાથી મોટી છે. Belta સ્પષ્ટ રીતે એક Ciaz છે અને ડિઝાઇન તેની આસપાસ જ છે.


ઈન્ટીરિયર


Slavia તેના બેવડા ટોન ઈન્ટીરિયર સાથે પ્રીમિયમ રૂપમાં સામે આવે છે. ટૂ સ્પોક સ્ટીયરિંગ પણ શુદ્ધ સ્કોડા છે અને સારી ક્વોલિટીનું છે. ટોપ એન્ડ વર્ઝનમાં એક વિશાળ ટચ સ્ક્રીન પ્લસ ડિજિટલ ડાયલ પણ મળે છે. Slavia ના ઈન્ટીરિયરમાં સોફ્ટ ટચ મટિરિયલ અને હાઈ ક્વોલિટી લેવલ પણ છે.


Belta નું ઈન્ટિરિયર Ciaz જેવું જ છે. તાજેતરમાં ભારતના સ્પેસિફિકેશનમાં ડુઅલ ટોન બેઝ ઈફેક્ટની સાથે એક અલગ અપહોલ્ટ્રી વિકલ્પ મળશે. વ્હીલબેસના મામલામાં બંને બરાબરી પર છે. જેમાં Beltaનો વ્હીલબેસ લગભગ Slavia જેટલો લાંબો છે. સુવિધા મામલે Slaviaમાં મોટી ટચ સ્ક્રીન, ડિજિટલ ડાયલ, હવાદાર સીટો. ટચ એસી જેવું નિયંત્રણ અને સનરૂફ છે. Beltaમાં ટચસ્ક્રીન પ્લસ ક્રૂઝ કંટ્રોલ હશે પરંતુ તેમાં ડિજિટલ ડાયલ અને સનરૂફ નથી.


એન્જિન


Ciaz ની જેમ Beltaમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક આવે છે. Slavia 1.0 લીટર ટર્બો પેટ્રોલની સાથે 6 સ્પીડ એટી અને ડીએસજી ઓટોમેટિક વિકલ્પો સાથે મેન્યુઅલને વધારે વિકલ્પ આપે છે. જોકે Belta માં માઇલ્ડ હાઇબ્રિડ સેટઅપ હશે, જે શ્રેષ્ઠ માઇલેજનો વાયદો કરશે.


કિંમત


Ciaz ની જેમ Belta પણ પોતાના પેકેજ સાથે વધારે વેલ્યુ ફોર મની એક્સપીરિયન્સ ઓફર કરશે. Belta 9 લાખ રૂપિયાથી શરૂ થવાની આશા છે, જ્યારે 12 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જ્યારે Slaviaની કિંમત 10-17 લાખ રૂપિયા વચ્ચે હશે.


Car loan Information:

Calculate Car Loan EMI