ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 665 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4329 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8594 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,36,323 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 60 દર્દી વેન્ટીલેટર પર છે અને 8534 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,49,246 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર-1, રાજકોટ કોર્પોરેશન-1 અને સુરેન્દ્રનગરમાં 1ના મોત સાથે કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 135, સુરત કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 100, રાજકોટ કોર્પોરેશનમાં 61, રાજકોટ-27, વડોદરા-27, સુરત-19, જામનગર કોર્પોરેશન -14, દાહોદ-12, કચ્છ-11, સાબરકાંઠા-11, ગાંધીનગર-10, ગાંધીનગર કોર્પોરેશન-10 અને ખેડામાં 9 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 897 દર્દી સાજા થયા હતા અને 48,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 99,55,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.82 ટકા છે.