નવી દિલ્હી: TVS Motorએ પોતાના સૌથી પોપ્યૂલર સ્કૂટર BS6 Jupiter સ્કૂટરની કિંમતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જાણકારી માટે જણાવીએ કે કંપનીએ આ વર્ષે જ જૂનમાં 651 રૂપિયાનો વધારો કર્યો હતો. આવો જાણીએ આ સ્કૂટરની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે.
Jupiter થયું ફરી મોંઘુ


TVS Motor એ Jupiter ના તમામ મોડલની કિંમતમાં આશરે 1400 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે

TVS Jupiter હવે 63,102 રૂપિયામાં મળશે.
TVS Jupiter ZX હવે 65,102 રૂપિયામાં મળશે.
TVS Jupiter Classic હવે 69,602 રૂપિયામાં મળશે.
વધેલા તમામ ભાવ દિલ્હી એક્સ શોરૂમના છે, હવે ગ્રાહકોને Jupiter સ્કૂટર ખરીદવા માટે વધુ પૈસા આપવા પડશે.

એન્જિનની વાત કરવામાં આવ તો TVS Jupiter માં 109.7cc નું એન્જિન છે, જે 7.3bhp પાવર અને 8.4 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન cvt ગેરબોક્સથી લેસ છે. આ સ્કૂટરમાં ઈકો મોડ અને પાવર મોડની સુવિધા મળે છે જેની મદદથી તમે પોતાની જરૂરિયાતના હિસાબથી તેને રાઈડ કરી શકો છો. સ્કૂટરના ફ્રંટ અને રિયરમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કૂટરની સીટ નીચે 21 લીટરનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

TVS Jupiter સીધી રીતે Honda Activa 6G ને પડકાર આપે છે. Activa 6G મા BS6 કમ્પાલયન્ટ 109ccનું એન્જિન આપવામાં આવ્યું છે, તેમાં કાર્બોરેટરની જગ્યાએ ફ્યૂલ ઈજેક્શન સિસ્ટમ સામલ કરવામાં આવી છે જેની મદદથી એવરેજમાં ફાયદો થાય છે. એન્જિનને એટલું જ ફ્યૂલ મળે છે જેટલી જરૂર છે. આ એન્જિન 7.68 bhp નો પાવર અને 8.79 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ જૂના મોડલની તુલનામાં 10 ટકા વધુ એવરેજ આપશે. કિંમતની વાત કરીએ તો Activa 6G એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થાય છે.

Car loan Information:

Calculate Car Loan EMI