TVS Apache Bikes: ટુ વ્હીલર ઉત્પાદક TVS Motors એ તેની સૌથી લોકપ્રિય બાઇક Apache ને બે નવા મોડલ માં બજારમાં ઉતાર્યા છે. આ બે નવા મોડલ Apache RTR 160 અને Apache RTR 180 છે. બંને મોડલ તેમના વર્તમાન મોડલ કરતાં ઘણું સારું પ્રદર્શન કરવામાં સક્ષમ છે. આ બંને બાઈકમાં પહેલા કરતા સારો પાવર મળે છે અને આ બંને બાઈકના વજનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
કિંમત કેટલી છે?
નવા Apache 160 2Vના ડ્રમ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.18 લાખ છે. તે જ સમયે, તેના ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.22 લાખ રૂપિયા છે. તેના બ્લૂટૂથ સિસ્ટમ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1.31 લાખ રૂપિયા છે. જ્યારે Apache 180ના 2V મોડલની એક્સ-શોરૂમ કિંમત 1.31 લાખ રૂપિયા છે.
Apache RTR 160 અને 180 નું એન્જિન
નવી ટીવીએસ અપાચે (Apache RTR 160) એ 160cc સિંગલ સિલિન્ડર, 2-વાલ્વ, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 8400 rpm પર 15 Bhp પાવર અને 7000 rpm પર મહત્તમ 13.9 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે.
Apache RTR 180 એ 180cc સિંગલ-સિલિન્ડર, 2-વાલ્વ, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. જે 17bhpનો મહત્તમ પાવર અને 15.5 ન્યૂટન મીટરનો સૌથી વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકમાં 5-સ્પીડ ગિયરબોક્સ ઉપલબ્ધ છે.
ફીચર્સ
TVS Apache RTR 160 ડ્રમ, ડિસ્ક અને બ્લૂટૂથ જેવા ત્રણ વેરિયન્ટમાં ઓફર કરવામાં આવી છે. આ બાઇકમાં રેસ ટેલિમેટ્રી, ગિયર પોઝિશન ઇન્ડિકેટર, લેપ ટાઇમર, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર, એડજસ્ટેબલ બ્રાઇટનેસ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કૉલ/એસએમએસ નોટિફિકેશન, ક્રેશ એલર્ટ આસિસ્ટ જેવી 28 સુવિધાઓ છે. આ બાઇક બ્લુ, ગ્રે, રેડ, બ્લેક અને વ્હાઇટ જેવા રંગોની પસંદગીમાં ઓફર કરવામાં આવી છે. Apache RTR 180 બ્લેક અને બ્લુ કલરમાં ઓફર કરવામાં આવે છે.
તમામ વેરિઅન્ટ્સની કિંમતો
-- 2022 TVS અપાચે 160 ડિસ્ક BT વેરિઅન્ટ- રૂ 1,24,590
-- 2022 TVS અપાચે 160 ડિસ્ક વેરિઅન્ટ- રૂ 1,21,290
-- 2022 TVS અપાચે 160 ડ્રમ વેરિઅન્ટ- રૂ 1,17,790
-- 2022 TVS અપાચે 180 ડિસ્ક BT વેરિઅન્ટ- રૂ 1,30,590
Car loan Information:
Calculate Car Loan EMI