બેંગ્લોર: બજાજ બાદ TVS મોટરે ઈલિક્ટ્રિક ટૂવ્હિલરના માર્કેટમાં એન્ટ્રી મારી છે. TVS કંપનીએ બેંગ્લોરમાં શનિવારે ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે. TVSના ઈ સ્કૂટર લોન્ચિંગ વખતે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને TVS મોટર કંપની ચેરમેન વેણુ શ્રીનિવાસન હાજર હતા. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર 'ચેતક'ને સીધી ટક્કર આપશે. આ પહેલા બજાજ ઓટોએ 14 જાન્યુઆરીએ લોકપ્રિય ચેતક સ્કૂટરની ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું હતું.



કિંમતની વાત કરવામાં આવે તો આ સ્કૂટર કર્ણાટકમાં 1.15 લાખ રૂપિયામાં ખરીદી શકાશે. જેનું સૌથી પહેલા સેલિંગ બેંગ્લોરથી કરવામાં આવશે. ત્યાર બાદ આ સ્કૂટર દેશના અન્ય શહેરોમાં પણ વેચવામાં આવશે. કંપની મુજબ હાલમાં દર મહિને 1000 યુનિટ તૈયાર કરવામાં આવશે.



આ ઈ સ્કૂટરનું નામ TVS આઈક્યુબ છે. આ સ્કૂટરમાં 4.4 કેવીની ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે. જે મહત્તમ 78 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. એકવાર ફૂલ ચાર્જ થયા બાદ તે 75 કિમી જેટલું અંતર કાપી શકશે. આ સ્કૂટર 0 થી 40 કિમીની ઝડપ 4.2 સેકન્ડમાં પકડશે. આ ઉપરાંત જીઓ ફેસિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

Car loan Information:

Calculate Car Loan EMI