નવી દિલ્હી: દિલ્હીના ભજનપુરામાં શનિવારે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. 13 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ ત્રણ બાળકો ગુમ છે. આ બિલ્ડીંગમાં એક કોચિંગ સેન્ટર ચાલતું હતું. આ ઘટનામાં કોચિંગ ક્લાસના માલિકનું પણ મોત નીપજ્યું છે.
ઘટના સ્થળે પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે, આ ખૂબજ દુખદ છે. ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. તપાસના આદેશ આપીશું તે એમસીડીએ તેની મંજૂરી કઈ રીતે આપી. અમે ચૂંટણી આયોગને ભલામણ કરીશું કે પીડિતોના પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવે.


આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે- ભજનપુરાથી ખૂબજ માઠા સમાચાર મળ્યા છે. ભગવાન સૌને સલામત રાખે. જલ્દી જ ત્યાં પહોંચી રહ્યો છું.




એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગને સાંજે સાડા ચાર વાગ્યે સૂચના મળી હતી. તેના બાદ સાત ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.