TVS Creon Launch: TVS મોટર કંપનીએ તેના આગામી નવા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે નવું ટીઝર રિલીઝ કર્યું છે. તેને 23 ઓગસ્ટ, 2023ના રોજ દુબઈમાં લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ હજુ સુધી તેની પ્રોડક્ટ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ નવા ટીઝરમાં ત્રણ ચોરસ વર્ટિકલ સ્ટેક્ડ લાઇટ્સ જોવા મળી રહી છે. ડિઝાઇન ક્રિઓન ઇલેક્ટ્રિક સ્કૂટર કોન્સેપ્ટ જેવી જ છે. જે સૌપ્રથમ 2018 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.  TVS Creon ઈલેક્ટ્રિક સ્કુટરને દુબઈમાં લોન્ચ કરવામાં આવશે. 


પાવરટ્રેન


TVS ક્રિઓન ઈ-સ્કૂટરની વાત કરીએ તો તે 12kWh ઈલેક્ટ્રિક મોટર અને લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે. ઇલેક્ટ્રિક મોટર કોમ્પેક્ટ જગ્યામાં મૂકવામાં આવે છે. આ માટે દાવો કરવામાં આવ્યો છે કે તે 5.1 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને એક જ ચાર્જ પર તેની રેન્જ 80 કિમી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ છે જેથી તેને માત્ર 60 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાય છે.


ફિચર્સ


ક્રિઓન કન્સેપ્ટ એ ઇન્ટેલ સાથે કો ડેવલોપમેન્ટ ટેકનોલોજીની એક સીરીઝમાં સામેલ છે. તેમાં મળેલી TFT સ્ક્રીનમાં બેટરી હેલ્થ સ્ટેટસ, બેટરી ચાર્જ, સ્પીડોમીટર, ટ્રીપ મીટર, ટેકોમીટર અને ઓડોમીટર જેવી માહિતી ઉપલબ્ધ છે. સ્કૂટર ક્લાઉડ કનેક્ટિવિટી, રિજનરેટિવ બ્રેકિંગ, ત્રણ રાઇડિંગ મોડ્સ, GPS, પાર્ક આસિસ્ટ, સિક્યોરિટી/એન્ટી-થેફ્ટ ફીચર્સ અને જીઓફેન્સિંગ સાથે એપ-સક્ષમ છે. આ સિવાય તેમાં સ્માર્ટફોન ચાર્જર, ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ અને સિંગલ-ચેનલ ABS પણ મળે છે.


ડિઝાઇન


આ કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સીટની નીચે હેલ્મેટ રાખવાની જગ્યા આપવામાં આવી છે. TVS Creon એ એલ્યુમિનિયમ સર્કલ ફ્રેમ પર બનેલ છે અને તેને TVS Remora ટાયર સાથે ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ પણ મળશે. Creon ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે, અને તે તેના કોન્સેપ્ટ મોડલ જેવું જ હોઈ શકે છે. જોકે તેમાં કેટલાક  ફેરફાર કરી શકાય છે.


કોની સાથે સ્પર્ધા કરશે


આ ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1 સાથે સ્પર્ધા કરી શકે છે, જેમાં 3.4kWh બેટરી પેક ઉપલબ્ધ છે. પ્રતિ ચાર્જ 121 કિમીની રેન્જ હોવાનો દાવો કરવામાં આવે છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


       


Car loan Information:

Calculate Car Loan EMI