નવી દિલ્હીઃ ટીવીએસ મોટરે પોતાના સૌથી જૂના અને લોકપ્રિય Scooty Pep plus પ્લસને હવે પાવરફુલ એન્જિન અને નવા ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે.જ્યારે થોડા દિવસ પહેલા જ કંપનીએ તેને રજૂ કર્યું હતું પરંતુ તેના ફીચર્સની જાણકારી આપી હતી. આવો જાણીએ નવા Scooty Pep+ના ફીચર્સ અને કિંમત વિશે.

BS6 TVS Scooty Pep Plusની કિંમત

Scooty Pep Plus BS6  મોડલને ત્રણ વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યું છે. આ પોતાના BS4 મોડલની સામે 6700 રૂપિયા મોંઘું છે.

  • TVS Scooty Pep Plus Series BS VI : 51,754 રૂપિયા

  • TVS Babelicious Series BS VI : 52954 રૂપિયા

  • TVS Matte Edition BS VI : 52954 રૂપિયા


એન્જિન અને પાવર

વાત એન્જિનની કરીએ તો નવા Scooty Pep Plusમાં હવે નવું BS6, 87.8cc સિંગલ-સિલિન્ડર એન્જિન લાગેલ છે જે 6500 rpm પર 5 bhpનો પાવર અને 4000 આરપીએમ પર 5.8એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સથી સજ્જ છે. એટલું જ નહીં આ એન્જિન ઇકોથ્રસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે, કંપની અનુસાર આ એન્જિન વધારે પાવર અને સારી માઈલેજ આપશે.

ફીચર્સ

BS6 Scooty Pep Plusમાં કંપનીએ માત્ર એન્જિનને જ અપગ્રેડ કર્યું છે. બાકી તેની ડિઝાઈન અને અન્ય એલિમેન્ટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો છે. તેમાં બે નવા કલર - કોરલ મેટ અને એક્કો મેટને સામેલ કરવામાં આવ્યા છે. વાત ફીચરસની કરીએ તો નવી સ્કૂટ પેપ પ્લસમાં મોબાઈલ ચાર્જ કરવા માટે 12V સોકેટ અને સાઈડ સ્ટેન્ડ અલાર્મ જેવા ફીચર્સ પણ સામેલ છે.

આ સ્કૂટીને ખાસ ગર્લ્સને ધ્યાનમાં રાખી જ બનાવવામાં આવી છે. તેનું વજન માત્ર 95 કિલોગ્રામ છે માટે તેને સિટી ટ્રાફિકમાં ચલાવવું ખૂબ જ સરળ છે. તેનો વ્હીલબેસ 1,230 mm છે. તેની આગળ અને પાછળ ટાયરમાં 110 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

Car loan Information:

Calculate Car Loan EMI