Electic Scooter: કેન્દ્ર સરકાર હાલ ઈલેક્ટ્રિક વાહનનો પ્રોત્સાહન આપી રહી છે. લોકો પેટ્રોલ-ડીઝલથી ચાલતાં અને પ્રદૂષણ ફેલાવતાં વાહનોના બદલે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તે માટે હાલ સબસિડી આપી રહી છે. ભારતમાં ઈ-વ્હીકલના ભવિષ્યને જોતાં અનેક કંપનીઓએ તેમાં ઝંપલાવ્યું છે. આ દરમિયાન અમદાવાદના બે યુવાનોએ પણ ઈલેકટ્રિક વ્હીકલની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. જોકે આ યુવાનો નવા નહીં પણ સરકારે જેને 15 વર્ષ જૂના ગણીને સ્ક્રેપમાં મોકલવાની ભલામણ કરી છે તેવા વાહનોમાં ઈલેક્ટ્રિક કિટ ફિટ કરવાનું બીડું ઝડપ્યું છે.

Continues below advertisement


અમદાવાદના બાપુનગરમાં રહેતા અક્ષય સુતરિયા અને રિષપ ખુંટે માત્ર 49,500 રૂપિયાના ખર્ચે એક્ટિવામાં ઇલેક્ટ્રિક કિટ ફિટ કરીને મોડિફાઇડ કરી છે. અમે આ વ્હીકલની ટેસ્ટ ડ્રાઇવ લીધી. જેને ચલાવતી વખતે અન્ય જાણીતી કંપનીની ઈલેક્ટ્રિક બાઇક ચલાવતાં હોઈએ તેવો જ અનુભવ થયો. આ બંનેના દાવા મુજબ વરસાદ હોય ત્યારે દોઢથી બે ફૂટ પાણી ભરાયા હોય તો પણ સરળતાથી વાહન ચાલી જાય છે. 



એક્ટિવા મોડિફાઇડ કરીને બે અમદાવાદીએ બનાવ્યું ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં આપે છે 80 કિમીની રેંજ


કેવી રીતે આવ્યો આઈડિયા


રિષપ ખુંટના કહેવા મુજબ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે અને અક્ષય સુતરિયાએ બીઈ સિવિલ કર્યુ છે. બંને બાળપણથી મિત્રો છે. થોડા સમય પહેલા તેણે ઈલેક્ટ્રિક બાયસિકલ બનાવવાનો વિચાર આવ્યો હતો, પરંતુ કોસ્ટિંગ વધારે હતું. જે બાદ તેમણે ઈલેક્ટ્રિકથી ચાલતાં વ્હીકલ બનાવવની દિશામાં વિચાર્યું. આ માટે તેમણે 15 વર્ષ થઈ ગયેલા વાહનને સ્ક્રેપમાં મોકલવાના બદલે મોડિફાઇડ કરીને ઓછા ખર્ચે વાહન કેવી રીતે ચલાવી શકાય તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. આ વ્હીકલમાં ચાર્જિંગ ઈન્ડીકેટર પણ આપવામાં આવ્યું છે.


ફીચર્સ



  • Speed - 70 km/h

  • Range - 80 km

  • Weight capacity - 250 kg

  • Battery - lithium iron

  • Charging time - 3 to 4 hour


કેટલી છે બેટરીની લાઈફ


રિષપના કહેવા મુજબ, હાલ તેમની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવાના 4 કલાક જેટલો સમય લાગે છે, જે ઘટાડીને 5 થી 10 મિનિટમાં કરવા પર કામ ચાલી રહ્યું છે. તેમની બેટરીને 2500 વખત ચાર્જ કરી શકાય છે એટલે કે 80 કિમી રેન્જ પ્રમાણે તે 2,00,000 km ચાલી શકે છે.




Car loan Information:

Calculate Car Loan EMI